Sunday, May 19, 2024
Homeરાજ્યજામનગરજામનગરની વિશ્વ વિખ્યાત બાંધણીની થીમ આધારિત આદર્શ મતદાન મથક - VIDEO

જામનગરની વિશ્વ વિખ્યાત બાંધણીની થીમ આધારિત આદર્શ મતદાન મથક – VIDEO

- Advertisement -

79-જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ 3-જામનગર (જેકુરબેન સોની ક્ધયા વિદ્યાલય) આદર્શ મતદાન મથક બાંધણીથી સુશોભિત કરાયું

- Advertisement -

જામનગર જિલ્લામાં કુલ 1247 મતદાન મથકો છે જે પૈકી સાત મોડેલ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. જેમાંથી 79- જામનગર દક્ષિણ વિધાનસભામાં સમાવિષ્ટ 3-જામનગર (કૃષ્ણનગર મેઈન રોડ) જેકુરબેન સોની ક્ધયા વિદ્યાલય ખાતે આદર્શ મતદાન મથકમાં જામનગરની પ્રખ્યાત બાંધણીની થીમ રાખવામાં આવી છે.

- Advertisement -

અહીં મતદાન આપવા આવેલા નિર્મળાબેને જણાવ્યું હતું કે, મતદાન મથક ઉપર દીવાલોમાં રંગબેરંગી બાંધણીઓ જોઈને મને ઘણો આનંદ થયો છે. જામનગરનો જુનામાં જૂનો બાંધણી ઉદ્યોગએ જામનગરની આગવી ઓળખ છે. જામનગરની ઘણી મહિલાઓ બાંધણીના ઉદ્યોગ સાથે સંકળાયેલી છે. અને જામનગરની દરેક મહિલાઓ પાસે બાંધણી અવશ્ય જોવા મળશે. માત્ર જામનગરમાં જ નહીં પરંતુ બાંધણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. નાગરિકોને મતદાન અંગેની અપીલ કરતા જણાવ્યું હતું કે મેં મારો કિંમતી મત આપી દીધો છે. અને પાત્રતા ધરાવતા દરેક લોકોએ ઘર માંથી બહાર નીકળી અવશ્ય મતદાન કરી રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ અદા કરવી જોઇએ.

 

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular