Wednesday, February 21, 2024
Homeરાજ્યજામનગરછોટીકાશીમાં મહાસોમયાગ અને વિષ્ણુગોપાલયાગની પૂર્ણાહુતિ

છોટીકાશીમાં મહાસોમયાગ અને વિષ્ણુગોપાલયાગની પૂર્ણાહુતિ

- Advertisement -

છોટીકાશી તરીકેની ઓળખ ધરાવતાં નામને યથાર્થ ઠેરવે તે 2ીતે જામનગરમાં લાલ પરિવાર આયોજીત શ્રી વિરાટ વાજપેય બૃહસ્પતિ મહાસોમયજ્ઞ અને વિષ્ણુ ગોપાલ યજ્ઞના પૂર્ણાહુતિ પ્રસંગે શ્રધ્ધાળુઓનું ધોડાપૂર ઉમટયું હતું અને પૂર્ણાહુતિ પછી યજ્ઞકુંડની પવિત્ર પ્રસાદીરૂપ ભસ્મ-ઈંટો-શ્રીફળ-કળશ સહિતની સામગ્રી લેવા માટે ઉપસ્થિત ભાવિકોએ રીતસરની પડાપડી કરી હતી અને હજારો લોકોની ઉપસ્થિતી વચ્ચે આ ધર્મોત્સવ સંપૂર્ણ શાંતિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો.

- Advertisement -

જામનગરના લબ્ધ પ્રતિષ્ઠિત સેવાભાવી હિરદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) પરિવાર દ્વારા શહેરમાં સર્વ પ્રથમ વખત મહાસોમયજ્ઞ અને વિષ્ણુગોપાલ યજ્ઞનું વિશાળ પાયા પર-દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની ભાગોળે જુની આરટીઓ ચેક પોસ્ટ સામે એચ.જે.લાલ પરિવારની વાડીમાં ઉભા કરાયેલા શ્રી વલ્લભાચાર્યનગરમાં તા.26 જાન્યુઆરીથી શુભારંભ પામેલા આ ધર્મોત્સવની પૂર્ણાહુતિ તા.30 જાન્યુઆરી સાંજે હજારો ધર્મપ્રેમી નાગરિકોની હાજરી વચ્ચે સંપન્ન થઈ હતી. શાસ્ત્રોક્ત રીતે યજ્ઞની પૂર્ણાહુતિ પછી યજ્ઞકુંડમાંથી ભસ્મ-ઈંટો સહિતની પવિત્ર સામગ્રી પ્રસાદીરૂપે લઈ જવાની હોય છે. યજ્ઞકુંડ સામગ્રીની પ્રસાદી લેવા માટેની આ વિધિમાં ઉપસ્થિત હજારો ભાવિકોએ રીતસરની પડાપડી કરી હતી જો કે આટલી વિશાળ સંખ્યામાં ભાવિકો હોવા છતાં આ યજ્ઞવિધી સંપૂર્ણ શાંતિમય રીતે સંપન્ન થઈ હતી.

આ યજ્ઞોત્સવના છ દિવસો દરમ્યાન ઈંદોર સ્થિત પદ્મશ્રી પદ્મભૂષણ પૂ.પા.ગો.ડો. ગોકુલોત્સવજી મહારાજ, સોમયજ્ઞ સમ્રાટ પૂ.પા.ગો.ડો. વ્રજોત્સવજી મહોદય અને પૂ.પા.ગો.ચિ. ઉમંગરાયજી બાવા તેમજ પ.પૂ. વહુજીના મુખ્ય આચાર્યપદે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવાના વિદ્વન પંડીતોએ સમગ્ર યજ્ઞોત્સવની ધાર્મિકવિધી કરાવી હતી. જેમાં મનોરથી પરિવારના વડીલ મંજુલાબેન લાલ તથા અશોકભાઈ લાલ, જીતુભાઈ લાલ, મિતેષભાઈ લાલ, ક્રિષ્નરાજ લાલ, વિરાજ લાલ, કેદાર(હરી) લાલ તેમજ પરિવારજનો-કુટુંબીજનો સાથે 18 યજ્ઞ કુંડ પર છ દિવસો દરમ્યાન 1800થી વધુ યુગલોએ યજ્ઞમાં આહુતિ આપવાનો લાભ લીધો હતો.

- Advertisement -

યજ્ઞોત્સવના દિવસો દરમ્યાન તુલસી વિવાહ મનોરથ, છાક મનોરથ, યમુનાજીનો ચુનરી મનોરથ, નંદ મહોત્સવ પલના મનોરથ તેમજ રથયાત્રા, ધ્વજારોહણ અને બ્રદ્મચક્ર મનોરથ સહિત વિવિધ ધાર્મીક કાર્યક્રમો પણ ઉજવવામાં આવ્યા હતાં જેનો પણ વિશાળ સંખ્યામાં ભાવિકજનોએ લાભ લીધો હતો. સાથે જ યજ્ઞોત્સવના તમામ દિવસો દરમ્યાન બપોરે તેમજ રાત્રે મહાપ્રસાદમાં પણ હજારો લોકોએ પ્રસાદીગ્રહણ કરી હતી. આ સાથે તમામ છ દિવસોમાં યજ્ઞના દર્શન-પરિક્રમા માટે આવેલા ભક્તજનો માટે સ્થળ પર ચા-કોફી, પાણી ઉપરાંત વિશાળ પાર્કિંગ-જુતાધર-વિરામ સ્થાન સહિતની સુવિધાઓ હોવાથી કોઈ પ્રકારની મુશ્કેલીનો અનુભવ લોકોને થાય નહી તેવી ચીવટ યજમાન લાલ પરિવારે રાખી હતી જેની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યા હતાં.

આ અભૂતપૂર્વ યજ્ઞોત્સવના અંતિમ દિવસોમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, રાજકોટ રેન્જના આઈ.જી.પી.અશોક યાદવ, જામનગરના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, જામનગરની આવક્વેરા કચેરીના પ્રિન્સીપાલ કમિશ્નર મુસ્ફર હુશેન અને કમિશ્નર (અપીલ) ડો.સંજય લાલ, પ્રખર વક્તા કાજલબેન હિન્દુસ્તાની વિગેરે ઉપરાંત છ દિવસ દરમીયાન જામનગર ચેમ્બર ઓફ કોર્મ્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, જામનગર માર્કેટ યાર્ડના ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, ગુજકોમાસલના ડાયરેકટર મૌલીક નથવાણી, ૠષી નથવાણી, કો.કો.બેંકના પૂર્વ ચેરમેન પ્રવિણભાઈ ચોટાઈ, શહેર ભાજપના મહામંત્રી વિજયસિંહ જેઠવા, જામનગર જિલ્લાના મહામંત્રી અભિષેક પટવા, જામનગર જિલ્લા સહકારી બેંકના વાઈસ ચેરમેન બળદેવસિંહ જાડેજા, પૂર્વ વાઈસ ચેરમેન રાજેશભાઈ વાદી, જામનગરના પૂર્વ મેયરો દિનેશભાઈ પટેલ, સનતભાઈ મહેતા, પ્રતિભાબેન કનખરા, જામનગર ચેમ્બર ઓફ કોર્મ્સના પૂર્વપ્રમુખો નાથાભાઈ મુંગરા, તુલસીભાઈ ગજેરા, કિરીટભાઈ મહેતા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના મહામંત્રીઓ યુવરાજસિંહ વાઢેર, રસીકભાઈ નકુમ, ભરતભાઈ ગજેરા તેમજ જામનગર લોહાણા મહાજના માનદમંત્રી રમેશભાઈ દતાણી, ખજાનચી અરવીંદભાઈ પાબારી, ઓડીટર હરેશભાઈ રાયઠઠા, સમસ્ત હાલાર લોહાણા સમાજના હોદેદારો, સમસ્ત હાલાર લોહાણા સમાજના પ્રમુખો વગેરે પણ આ ધર્મોત્સવમાં યજ્ઞ ના2ાયણના દર્શનનો લાભ લીધો હતો.

- Advertisement -

આ મહાધર્મોત્સવ કાર્યમાં તમામ વ્યવસ્થા જાળવવા સાથે આવનારા ભાવિકોને અગવડતા પડે નહી તે માટે યજમાન લાલ પરિવારના અશોકભાઈ લાલ, જીતુભાઈ લાલ, મિતેષભાઈ લાલ, ક્રિષ્નરાજ લાલ અને વિરાજ લાલ, ગોવિંદા ઠકરાર સાથે પરિવારના શુભેચ્છકો-મિત્રોની વિશાળ ટીમ સતત કાર્યરત રહી હતી. સમગ્ર ધર્મોત્સવ દરમ્યાન દર્શન-પરિક્રમાનો લાભ લેવા આવેલા હાલાર તેમજ સૌરાષ્ટ્ર-ગુજરાત ઉપરાંત દેશ-દેશાવરના રાજક્યિ મહાનુભાવો અને સામાજીક-સ્વૈચ્છીક, સહકારી અને સેવાક્યિ સંસ્થાના અગ્રણીઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ, જુદી-જુદી જ્ઞાતિ સમાજના હોદેદારો, વેપારી અગ્રણીઓ-ઉધોગકારો તેમજ પ્રિન્ટ મીડીયા અને ઈલેકટ્રોનીક મીડીયાના મીત્રોઓને પ.પૂ.ગો.મહારજાઓએ ઉપરણું ઓઢાડી આર્શિવચન પાઠવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular