કોંગ્રેસે સપ્ટેમ્બર 2022 અને જાન્યુઆરી 2023 વચ્ચે રાહુલ ગાંધીની ક્ધયાકુમારીથી કાશ્મીર સુધીની 4000 કિલોમીટરની ભારત જોડો યાત્રા પર કુલ રૂ. 71.8 કરોડનો ખર્ચ કર્યો હતો, જે તેના વાર્ષિક ખર્ચના 15.3 ટકા છે. આ રકમ 2022-23 દરમિયાન પક્ષના કુલ વહીવટી અને સામાન્ય ખર્ચના 30 ટકાથી વધુ છે. ચૂંટણી પંચમાં દાખલ કરવામાં આવેલા પક્ષના તાજેતરના વાર્ષિક ઓડિટ રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.
એક અહેવાલમાં જણાવાયું છે કે 2022-23માં કોંગ્રેસની કુલ આવક નાણાકીય વર્ષ 2021-22માં રૂ.541 કરોડથી ઘટીને રૂ. 452 કરોડ થઈ હતી, જ્યારે તેનો ખર્ચ આ જ સમયગાળામાં રૂ. 400 કરોડથી વધીને રૂ.467 કરોડ થયો હતો. ચૂંટણી પંચ દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા પક્ષના ઓડિટ અહેવાલ મુજબ, 2021-22માં ચૂંટણી બોન્ડ દ્વારા કોંગ્રેસની કુલ રસીદ રૂ. 236 કરોડ હતી, જે 2022-23માં ઘટીને રૂ. 171 કરોડ થઈ ગઈ છે. આ તેના કુલ દાનના 63્રુ છે અને તેની કુલ આવકના માત્ર 38% છે. અત્યાર સુધી, ચૂંટણી પંચ દ્વારા નાણાકીય વર્ષ 2022-23 માટે છમાંથી પાંચ રાષ્ટ્રીય પક્ષો – AP, BSP, CPM, નેશનલ પીપલ્સ પાર્ટી અને કોંગ્રેસ -ના ઓડિટ અહેવાલો જાહેર કરવામાં આવ્યા છે. ભાજપનો રિપોર્ટ હજુ આવ્યો નથી.
ઓડિટ રિપોર્ટ અનુસાર, કોંગ્રેસે 2022-23ની ચૂંટણીમાં પ્રવાસ પર 71.8 કરોડ રૂપિયા અને ચૂંટણી પર 192.5 કરોડ રૃપિયા ખર્ચ્યા હતા. ગયા નાણાકીય વર્ષમાં ચૂંટણી પર ખર્ચ રૂ. 279.5 કરોડ હતો. પાર્ટીના વહીવટી અને સામાન્ય ખર્ચમાં 2021-22ની સરખામણીમાં 161નો વધારો જોવા મળ્યો છે. આ વર્ષે પાર્ટી દ્વારા યાત્રાઓના રૂપમાં નવી પહેલ કરવામાં આવી છે અને પ્રી-પોલ સર્વે પર ખર્ચમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. 2022-23માં પ્રી-પોલ સર્વેક્ષણ પર 40 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે, જે 2021-22ની સરખામણીમાં 23 લાખ રૂપિયા વધુ છે.