ભારતમાં શિયાળાએ દસ્તક દઈ જ દીધી છે અને આવતા દિવસોમાં ઠંડી વધવાના સંકેત હોય તેમ કાશ્મીર તથા હિમાચલ પ્રદેશમાં મૌસમે કરવટ બદલી છે. પહાડી રાજયોમાં અનેક સ્થળોએ સીઝનની પ્રથમ ભારે હિમવર્ષા થઈ હતી. કાશ્મીરના કુપવાડા તથા બારામુલ્લા જીલ્લા ઉપરાંત બડગામ સહિતના ભાગોમાં હિમપાત થયા હતા.
ગુલમર્ગમાં 6 ઈંચ તથા ગુરેજ અને માછીલમાં 12-12 ઈંચ હિમ વરસ્યો હતો. અટલ ટનલમાંથી ટ્રાફિક રોકી દેવામાં આવ્યો હતો. ઉતરાખંડના બદરીનાથ ધામમાં પણ ભારે હિમવર્ષા થઈ હતી. હિમાચલપ્રદેશના સિમલાના નારકંડા તથા મનાલીમાં શિયાળાની પ્રથમ હિમવર્ષા સાથે કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે. જામનગર સહિત ગુજરાતના શહેરોમાં પણ છેલ્લા બે -ત્રણ દિવસથી ઠંડીનો ચમકારો વર્તાઇ રહ્યો છે. ધીમે-ધીમે ગબડી રહેલું તાપમાન આગામી સપ્તાહ સુધીમાં લોકોને ધુ્રજાવવા લાગશે.