હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા જુની સીટી ડીસ્પેન્સરીનું આધુનિક નિર્માણ કરી જામનગર મહાનગર પાલિકાને સોપવામાં આવેલ જે કેદાર લાલ સીટી ડીસ્પેન્સરી જામનગર મહાનગર પાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી, નાયબ કમિશનર ભાવેશભાઈ જાનીની સૂચના અને માર્ગદર્શન અનુસાર આરોગ્ય વિભાગ દ્વારા ઓ.પો.ડી ની સેવાઓ તા.29/10/2022 ને શનિવારના રોજ થી શરૂ કરવામાં આવનાર છે. સીટી ડિસ્પેન્સરી માં નિયમિત સવારે 9:00 થી12:00અને સાંજે 4:00 થી 6:00 વાગ્યા સુધી ઓ.પી.ડી. ની સેવાઓ શહેરીજનોને મળી રહેશે. જાહેર જનતાને આરોગ્યની સેવાઓનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.