Sunday, December 7, 2025
Homeસમાચારરાષ્ટ્રીયસહેલાણીઓ માટે કાશ્મીર ફરી સ્વર્ગ

સહેલાણીઓ માટે કાશ્મીર ફરી સ્વર્ગ

જમ્મુ અને કાશ્મીરમાંથી બંધાણની કલમ 370 હટાવી લેવાયા બાદ આ કેન્દ્રશાસિત અને કુદરતી રીતે રમણીય પ્રદેશમાં શાંતિ અને ખુશહાલી આવી છે અને અહીં શાંતિ હોવાથી દેશભરમાંથી અહીં આવતા પર્યટકોની સંખ્યામાં પણ નોંધપાત્ર પ્રમાણમાં વળદ્ધિ થઇ ગઇ છે. આ વર્ષે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી માટે પ્રવાસીઓ જમ્મુ અને કાશ્મીર પર પસંદગીનો કળશ ઢોળી રહ્યા છે. કાશ્મીરના પ્રખ્યાત સ્થળો પરના હોટલના બધા રૂમ અત્યારથી જ ફૂલ છે. પર્યટકો અહીંની હીમવર્ષાનો નઝારો માણવા આવી રહ્યા છે.

- Advertisement -

અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રવાસીઓ કાશ્મીર ખીણમાં, ખાસ કરીને ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ગુલમર્ગના પ્રખ્યાત સ્કીઇંગ રિસોર્ટ અને દક્ષિણ કાશ્મીરના અનંતનાગના પહેલગામમાં આવી રહ્યા છે. આને સકારાત્મક સંકેત ગણાવતા જમ્મુ કાશ્મીરના પર્યટન સચિવ જણાવે છે કે શિયાળાના મહિનાઓ પર્યટનની દ્રષ્ટિએ કાશ્મીર માટે સારા સાબિત થશે. સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. લોકોનો ધસારો જોતા લાગી રહ્યું છે કે આ વર્ષનો શિયાળો પર્યટકોની દ્દષ્ટિએ ખૂબ જ સફળ રહેશે. ગુલમર્ગ અને પહેલગામ જેવા સ્થળોની હોટલના રૂમ પહેલાથી જ બુક થઈ ગયા છે. નાતાલ અને નવા વર્ષની પૂર્વ સંધ્યા માટે ગુલમર્ગ સંપૂર્ણ રીતે બુક થઈ ગયું છે. આ એક ખૂબ જ સકારાત્મક સંકેત છે. નોંધનીય છે કે ગુલમર્ગ, ઉનાળાની રાજધાની શ્રીનગરથી 50 કિમી ઉત્તરમાં 8,000 ફૂટની ઊંચાઈ પર સ્થિત પ્રવાસન સ્થળ છે, જેને ‘એશિયાનું સ્વિટ્ઝર્લેન્ડ’ પણ કહેવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular