Tuesday, December 24, 2024
Homeરાજ્યકલ્યાણપુરમાં કેફી પીણું પીધેલી હાલતમાં ધારિયા સાથે બાઈક ચાલક ઝડપાયો

કલ્યાણપુરમાં કેફી પીણું પીધેલી હાલતમાં ધારિયા સાથે બાઈક ચાલક ઝડપાયો

- Advertisement -

કલ્યાણપુરના ખારીયાવાડી વિસ્તારમાં રહેતા જેશા ખીમાભાઈ કરમુર નામના 40 વર્ષના યુવાનને ગૌશાળા પાસે સ્થાનિક પોલીસે કેફી પીધેલી હાલતમાં લાયસન્સ વગર જી.જે. 10 સી.સી. 2353 નંબરના હીરો મોટરસાયકલ પર નીકળતાં ઝડપી લઇ, તેની સામે એમ.વી. એક્ટની કલમ 185 તથા 181 મુજબ ગુનો નોંધ્યો હતો.

આટલું જ નહીં, ઉપરોક્ત શખ્સ પાસેથી ધારિયા જેવો લોખંડનું હથિયાર પણ મળી આવતા કલ્યાણપુર પોલીસે તેની સામે જી.પી. એક્ટની કલમ 135 (1) મુજબ પણ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular