Saturday, July 27, 2024
Homeરાજ્યગુજરાત10 વર્ષ જૂના કેસોમાં હવે 57 દિવસમાં ન્યાય

10 વર્ષ જૂના કેસોમાં હવે 57 દિવસમાં ન્યાય

ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય 13988 કેસ શોધી કાઢવામાં આવ્યા : વકીલોને ઇ-મેઇલથી તારીખ અપાશે

- Advertisement -

ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને સ્ટેન્ડિંગ કમિટીના જજો દ્વારા ખૂબ જ અગત્યની બાબત પર નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ આગામી બે માસમાં જૂના કેસોને ચોક્કસ તારીખ આપીને તેની પર સુનાવણી હાથ ધરાશે. આવા કુલ 13,988 કેસ શોધવામાં આવ્યા છે. જેની આગામી તારીખ 1 સપ્ટેમ્બરથી 27 ઓક્ટોબર સુધીમાં આપવામાં આવી છે. આ તમામ કેસ ત્રણ તબક્કામાં ડિવાઇડ કર્યા છે. જેમાં 5 વર્ષથી ઓછા સમયના, 5 થી 10 વર્ષ જૂના અને 10 વર્ષ કરતાં વધુ જૂના કેસનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થા મુજબ હવે દરેક પડતર કેસની આગામી લિસ્ટિંગની તારીખ ફરજિયાતપણે આપવામાં આવશે. જો તારીખ ફાળવવાની રહી જાય તો કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમ તેવા કેસોમાં ઓટોમેટિક નવી તારીખ આપશે. જૂના કેસોને પ્રાથમિકતા આપવા તેને ત્રણ ભાગમાં વિભાજિત કરાયા છે. જે મુજબ 10 વર્ષથી જૂના કેસોને અત્યંત જૂના કેસ ગણવામાં આવશે. 5થી 10 વર્ષ સુધીના કેસોને જૂના કેસો તરીકે ગણવામાં આવશે. જ્યારે 5 વર્ષ સુધીના કેસોને બહુ જૂના નહીં તેવા કેસ ગણવામાં આવશે. લિસ્ટેડ ન હોય તેવા કેસો જેને 10 વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો હોય તો તેને બે મહિનાની અંદરની તારીખ ફાળવાશે. 5થી 10 વર્ષના સમયગાળાના કેસોને બેથી ચાર મહિનાની અંદરની તારીખ ફાળવાશે. જ્યારે 5 વર્ષ કરતાં ઓછા સમયના કેસોને ચાર થી છ મહિનાની તારીખ ફાળવાશે.

- Advertisement -

જ્યારે કોર્ટે જે કેસોને આગામી લિસ્ટેડ તારીખ ન આપી હોય, આગામી મુદતની તારીખ ન અપાઈ હોય, કોર્ટ માસ્ટર દ્વારા સિસ્ટમમાં તારીખ ન નખાઈ હોય તેવા સંજોગોમાં 10 વર્ષથી વધુ જૂના કેસોને 7 દિવસની અંદરની તારીખ અપાશે. 5થી 10 વર્ષ સુધીના જૂના કેસોને 8થી 14 દિવસની અંદર તારીખ અપાશે. પાંચ વર્ષની અંદરના કેસોને 15થી 21 દિવસની અંદરમાં તારીખ અપાશે. જે કેસો એકબીજા સાથે સંકળાયેલા હોય તેવા કેસોને સમાન તારીખ અપાશે. મુખ્ય કેસ સાથે વચગાળાની અરજીઓની તારીખ અપાશે. જામીન અને ક્વોશિંગ પિટિશનનું ઓટોલિસ્ટિંગ થાય જ છે. તે સિવાયના કેસ ફાઈલ થયે ચાલુ દિવસોમાં ચોથા દિવસથી સિસ્ટમ જનરેટેડ તારીખ મળશે. કોર્ટના હુકમથી પહેલાં પણ કેસ લિસ્ટ થઈ શકશે. સ્પેશિયલ બેંચોને સોંપાયેલ કેસ શુક્રવારે નક્કી કરાશે. ’નોટ બીફોર મી’ કરાયેલ કેસ ન્યાયિક વિભાગને મોકલાશે. જૂના કેસોની તારીખ અંગે સંલગ્ન વકીલોને ઇ-મેઇલથી જાણ કરાશે. હાઇકોર્ટની ઓનલાઈન ઉપલબ્ધ સુવિધાઓમાં કોર્ટ દ્વારા અપાયેલ તારીખ અને સિસ્ટમ જનરેટેડ તારીખ જુદા-જુદા રંગોમાં દર્શાવાશે. નક્કી તારીખથી પહેલાં હિયરિંગ રાખવા ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ સિસ્ટમમાં હસ્તક્ષેપને પરવાનગી નહીં મળે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular