Tuesday, September 17, 2024
Homeરાષ્ટ્રીયબસ હવે ચંદ્રથી વેંત એકનું છેટું

બસ હવે ચંદ્રથી વેંત એકનું છેટું

ઇસરો માટે આજનો દિવસ મહત્વપૂર્ણ : ચંદ્રની અંતિમ ભ્રમણકક્ષામાં પહોંચશે ચંદ્રયાન-3

- Advertisement -

ચંદ્રયાન-3 સતત ચંદ્ર તરફ સુરક્ષિત આગળ વધી રહ્યું છે અને તેની નજીક પહોંચી રહ્યું છે. ઇસરો ચંદ્રયાન-3 મિશનના અવકાશયાનને ચંદ્રની નજીક લાવવા માટે આજે એટલે કે 14 ઓગસ્ટના રોજ એક મહત્વપૂર્ણ ત્રીજી ભ્રમણકક્ષા છોડી તેનો અગામી તબક્કો પૂર્ણ કરી ચન્દ્રની વધુ નજીક પહોંચશે. એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ચંદ્રયાન 23 ઓગસ્ટે સોફ્ટ લેન્ડિંગ કરી શકે છે.

- Advertisement -

ઇસરોએ કહ્યું કે, 14 ઓગસ્ટના રોજ સવારે 11.30 થી 12.30 વાગ્યાની વચ્ચે ભ્રમણકક્ષા ઘટાડવાની કાર્યવાહી કરવામાં આવશે. ઈસરોના ચીફએ કહ્યું કે, 23 ઓગસ્ટે સાંજે 5.47 વાગ્યે ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગની યોજના છે. ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ બાદ ભારત આ સિદ્ધિ હાંસલ કરનાર અમેરિકા, સોવિયત સંઘ અને ચીન પછી ચોથો દેશ બની જશે. ચંદ્રયાન-3નો માર્ગ ચંદ્રયાન-2 જેવો જ હશે. તેમાં ત્રણ તબક્કાઓનો સમાવેશ થાય છે: અર્થ ઓર્બિટ મેન્યુવર, ટ્રાન્સ લુનાર ઈન્જેક્શન અને લુનર ઓર્બિટ મેન્યુવર. 9 ઓગસ્ટના રોજ બપોરે, ઇસરોએ ચંદ્રયાન-3 અવકાશયાનની ભ્રમણકક્ષાને ઓછી કરવા અને તેને ચંદ્રની સપાટીની નજીક લઈ જવા માટે સફળતાપૂર્વક બીજો જટિલ પડાવ પાર કર્યો હતો. ઈસરોએ કહ્યું, બીજા તબક્કા બાદ ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષા 1437 કિમી ઘટીને 174 થઈ ગઈ અને તેને ચંદ્રની નજીક લઈ જવામાં આવી રહ્યું છે. એન્જિનના રેટ્રોફાયરિંગથી અવકાશયાન ચંદ્રની સપાટીની 170 બાય 4313 કિમીની નજીક આવ્યું. ઇસરોએ કહ્યું, “જેમ-જેમ મિશન આગળ વધે છે તેમ, ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષાને ધીમે ધીમે ઓછી કરવા અને તેને ચંદ્રના ધ્રુવો પર મૂકવા માટે વિવિધ પદ્ધતિઓ પર કામ કરવામાં આવી રહ્યું છે. થોડા પ્રયત્નો પછી, પ્રોપલ્શન મોડ્યુલ ભ્રમણકક્ષામાં હોવા છતાં લેન્ડરથી અલગ થઈ જશે. ત્યારબાદ, 23 ઓગસ્ટના રોજ ચંદ્રના અત્યાર સુધીના અન્વેષિત દક્ષિણ ધ્રુવીય પ્રદેશ પર ’સોફ્ટ લેન્ડિંગ’ની સુવિધા માટે શ્રેણીબદ્ધ જટિલ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular