તા. 26-12-2020ના રોજ જામનગર સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જામનગર જી.જી. હોસ્પિટલમાંથી 6 લેપટોપ ચોરી થયેલ હોવાની ડોકટર કિંજલબેને ફરિયાદ જાહેર કરી હતી. આ ફરિયાદ જાહેર થતાંની સાથે જ જામનગર ખાતે જી.જી. હોસ્પિટલ કેમેરાની ચકાસણી કરતા કોઇ અજાણ્યો ઇસમ માસ્ક પહેરી લેપટોપની ચોરી કરી ગયેલ હોવાનું જણાય આવેલ આ આરોપી જી.જી. હોસ્પિટલમાંથી ચોરી કરી અને રાજકોટ ગયેલ અને ત્યાંથી ફલાઇટમાં બેસી અને દિલ્હી ગયેલ આરોપીને ફલાઇટની ટિકિટ ફોનમાંથી બુક કરાવેલ હોય તેમનો મોબાઇલ ટ્રેસ કરી અને આરોપીને અટક કરી હતી. આ આરોપી અટક થઇ જતાં તેમના પાસેથી જામનગર જી.જી. હોસ્પિટલમાંથી ચોરી થયેલ તમામ લેપટોપ સાથે આરોપી મળી આવેલ, આરોપી પાસેથી લેપટોપ કજે કરી લીધેલ અને આરોપીને જામનગર જેલ હવાલે કરવામાં આવ્યો હતો. આ આરોપીએ જામીન અરજી ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્જ જજ સમક્ષ દાખલ કરેલ જે જામીન અરજી ચાલી જતાં તમામ હકીકત ધ્યાને લઇ અને અદાલતે આરોપી તમીલ સેલ્વન દેવાને જામીન મુક્ત કરેલ આ કેસમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઇ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહિલ તથા રજનીકાંત આર. નાખવા રોકાયેલા હતાં.