લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રહેતી યુવતીનો પતિ કોઇ અન્ય યુવતી સાથે વાત કરવા માટે ઓવરટાઈમ કરતો હોવાની શંકાનું મનમાં લાગી આવતા શનિવારે સવારે તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
આ અંગેની વિગત મુજબ, છત્તીસગઢના વતની અને હાલ લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રહેતી રીતુબેન મનોજકુમાર લહેરે (ઉ.વ.18) નામની પરિણીત યુવતીનો પતિ મનોજકુમાર અવાર-નવાર ઓવરટાઈમ કરતો હતો જેથી પત્નીને તેણીનો પતિ કોઇ છોકરી સાથે વાત કરવા માટે ઓવરટાઈમ કરતો હોવાની શંકાનું લાગી આવતા શનિવારે સવારના સમયે તેના ઘરે પંખામાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે મૃતકના પતિ દ્વારા કરાયેલી જાણના આધારે પીએસઆઇ બી.બી. કોડીયાતર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી.