જામનગરમાં આવતીકાલે સિંધી નવા વર્ષ ચેટીચાંદની ઉજવણીની તડામાર તૈયારીઓ કરી લેવામાં આવી છે. શહેરમાં જુના રેલવે સ્ટેશન પાસે આવેલા ઝુલેલાલ મંદિરને તેમજ સમગ્ર માર્ગને રંગબેરંગી રોશનીથી સુશોભિત કરવામાં આવ્યો છે. ચેટીચાંદ નિમિત્તે અહીં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિમિત્તે શોભાયાત્રા પણ યોજાશે. સિંધી સમાજ દ્વારા વેલકમ ચેટીચાંદ પર્વની પણ ઉજવણી કરવામાં આવી હતી. દિવસભર ચાલનારા કાર્યક્રમો માટે તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે.