Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં જેસીસીસી હોસ્પિટલ કરશે વિનામૂલ્યે ડાયાલીસીસ

જામનગરમાં જેસીસીસી હોસ્પિટલ કરશે વિનામૂલ્યે ડાયાલીસીસ

- Advertisement -

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમજેએવાય) અંતર્ગત વિવિધ સારવારો વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. પીએમજેએવાય અંતર્ગત ખાનગી હોસ્પિટલોમાં ડાયાલીસીસ સહિતની સારવારો વિનામૂલ્યે અપાઇ છે. પરંતુ તેમાં મળતી સહાયમાં સરકાર દ્વારા ઘટાડો કરવામાં આવતાં આજથી ત્રણ દિવસ માટે રાજ્યમાં ગુજરાત નેફ્રોલોજી એસો. દ્વારા પીએમજેએવાય ડાયાલીસીસ બંધ કરવાની જાહેરાત કરાઇ છે. ત્યારે જામનગરની જેસીસીસી હોસ્પિટલ પણ આ હડતાલમાં જોડાય છે. પરંતુ દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા દર્દીઓને વિનામૂલ્યે ડાયાલીસીસની સુવિધા આપવા નિર્ણય કરવામાં આવ્યો છે. જે દર્દીઓ માટે સરાહનિય બાબત સામે આવી છે.
ગુજરાત રાજ્યમાં પીએમજેએવાય યોજના અંતર્ગત વિવિધ તબીબી સારવારો ખાનગી હોસ્પિટલમાં પણ વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. ખાસ કરીને ગુજરાત રાજ્યમાં એક વર્ષમાં 1.3 કરોડ પીએમજેએવાય ડાયાલીસીસ સારવાર થાય છે. જેમાંથી 78 ટકા એટલે કે, 1.02 કરોડ પીએમજેએવાય ડાયાલીસીસ પ્રાઇવેટ હોસ્પિટલો દ્વારા કરવામાં આવે છે. જેમાં સરકાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી હોસ્પિટલને મળતી સહાયમાં કોઇ વધારો કર્યો નથી. પરંતુ તેનાથી વિપરીત 17 ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. ડાયાલીસીસ માટે પીએમજેએવાય યોજના અંતર્ગત સરકાર ડાયાલીસીસ માટે 2000માંથી રૂા. 1650 કરી નાખવામાં આવી છે. જેના પરિણામે ગુજરાત નેફ્રોલોજી એસોસિએશન દ્વારા આજથી ત્રણ દિવસ માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં પીએમજેએવાય ડાયાલીસીસ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જામનગરની જેસીસીસી હોસ્પિટલ દ્વારા પણ પીએમજેએવાય યોજના અંતર્ગત ડાયાલીસીસની વિનામૂલ્યે સુવિધા પુરી પાડવામાં આવે છે. ત્યારે જેસીસીસી હોસ્પિટલ પણ આ ત્રણ દિવસની હડતાલમાં જોડાયું છે. પરંતુ હોસ્પિટલના દર્દીઓને ડાયાલીસીસમાં કોઇપણ જાતની મુશ્કેલી ન પડે તે માટ હોસ્પિટલ મેનેજમેન્ટ અને સ્ટાફ દ્વારા આ ત્રણ દિવસ દરમિયાન હોસ્પિટલ તરફથી વિનામૂલ્યે ડાયાલીસીસની સુવિધા પુરી પાડવામાં આવશે. આમ જેસીસીસી હોસ્પિટલ હડતાલમાં જોડાઇ પીએમજેએવાય યોજના અંતર્ગત ડાયાાલીસીસ નહીં કરે પરંતુ દર્દીઓને હોસ્પિટલના ખર્ચે વિનામૂલ્યે ડાયાલીસીસ કરવામાં આવશે. આ માટે હોસ્પિટલના તબીબો તથા ડાયાલીસીસનો સ્ટાફ તેમનો પગાર જતો કરી ડાયાલીસીસ માટે દર્દીઓ માટે ફાળવશે તેમ પણ મેનેજમેન્ટ દ્વારા જણાવાઇ રહ્યું છે. પીએમજેએવાય યોજના હેઠળ ખાનગી હોસ્પિટલમાં સારી રીતે ડાયાલીસીસ થાય છે તે રાજ્ય સરકારની સફળતા છે. ત્યારે જેસીસીસી હોસ્પિટલનો પણ આ ઉમદા નિર્ણય દર્દીઓ માટે આશિર્વાદરુપ બન્યો છે. જેથી ત્રણ દિવસની આ હડતાલમાં દર્દીઓને કોઇ મુશ્કેલી નહીં પડે અને વિનામૂલ્યે સારવાર પણ મળી રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular