Thursday, September 19, 2024
Homeસ્પોર્ટ્સવન-ડે માં સૌરાષ્ટ્રનું સુકાન જયદેવને અપાયું

વન-ડે માં સૌરાષ્ટ્રનું સુકાન જયદેવને અપાયું

- Advertisement -

કોરોના બાદ ઘરેલુ ક્રિકેટ સિઝનનીબીજી ટૂર્નામેન્ટ વિજય હઝારેવન ડે ટૂર્નામેન્ટ આગામી 20, ફ્રેબ્રુઆરીથી જુદા જુદા છ શહેરમાં શરૂ થઇ રહી છે. આ ટૂર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની ટીમ ભાગ લેવાની હોય સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા ગુરૂવારે 20 ખેલાડીઓની ટીમ જાહેર કરવામાં આવી છે.જેમાં ટીમનું સુકાન જયદેવ ઉનડકટને સોંપાયું છે. ટીમમાં અવિ બારોટ, ચિરાગ જાની, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હાર્વિક દેસાઇ, અર્પિત વસાવડા, કમલેશ મકવાણા, વિશ્ર્વરાજસિંહ જાડેજા, ચેતન સાકરિયા, પ્રેરક માંકડ, દિવ્યરાજસિંહ ચૌહાણ, જય ચૌહાણ, પાર્થ ભૂત, અગ્નિવેશ અયાચી,સ્નેલ પટેલ, કિશન પરમાર, હિમાલય બારડ, કુશાંગ પટેલ, પાર્થ ચૌહાણ, દેવાંગ કરમટાનો સમાવેશ થાય છે. જયારે ટીમના હેડ કોચ સિતાંષુ કોટક, કોચ નિરજ ઓડેદરા, ફિઝિયો અભિષેક ઠાકર, આસિ.કોચ વિરેન્દ્ર વેગડા, મેનેજર ભૂષણ ચૌહાણ છે. વિજય હઝારે ટૂર્નામેન્ટમાાં સૌરાષ્ટ્રનીટીમ એલાઇટ ઇ ગ્રૂપમાં છે. સૌરાષ્ટ્રની ટીમ એલાઇટ ઇ ગ્રૂપમાં છે. સૌરાષ્ટ્ર તેના ગ્રૂપનીપાંચ ટીમ સામે કોલકાતામાં મેચ રમશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular