દ્વારકાના ઇસ્કોન ગેટ નજીક આવેલી વિશ્રામ ગૃહ ના પાછળના ભાગમાં અચાનક આગ લાગતા આજુબાજુના રહેણાંક અને ચાલતી હોટલ વિસ્તારમાં દોડધામ મચી.
દ્વારકાના જામનગર રોડ પર આવેલ અને વર્ષોથી બંધ પડેલા વિશ્રામ ગૃહ ના પાછળના ભાગમાં અચાનક આગ લાગી હતી.આગ અને ધુમાડાનું સ્વરૂપ જોતા કોઇ મોટી દુર્ઘટના સર્જાઇ હોય તેવું દ્રશ્ય નજરે પડયું હતું. બનાવની જાણ થતા દ્વારકા નગરપાલિકાની ફાયર ફાઈટરની બે ટીમ દોડી આવી હતી અને વિશ્રામ ગૃહના પાછળના ભાગમાં ચેક કરતા કચરાના ઢગલામાં આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ નજરે ચડતા તંત્ર અને સ્થાનિક રહીશો તેમજ આજુબાજુ ની હોટલ માલિકોએ નિરાંતનો શ્વાસ લીધો હતો.