Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરરઝળતા ઢોર સામે જામ્યુકોનું તંત્ર આક્રમક

રઝળતા ઢોર સામે જામ્યુકોનું તંત્ર આક્રમક

ઢોર માલિકો સામે એફઆઇઆર નોંધાવવા 3 કર્મચારીઓને અપાઇ સત્તા: શહેરના પાંચ પોલીસ સ્ટેશનના અધિકારીઓ સાથે બેઠક : ઝુંબેશમાં પોલીસનો લેવાશે સહયોગ

- Advertisement -

જામનગર શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દિનપ્રતિદિન ઘટવાને બદલે વકરતી જાય છે. અગાઉ મહાનગર પાલિકાના કમિશનર અને પોલીસ વડાએ સાથે રહીને પશુપાલકોને ચેતવણી આપી હોવા છતાં આ પશુપાલકોના ઢોર રસ્તા પર રખડતા હોય છે. ઢોર પકડવા માટે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા નિયુકત કરાયેલ ત્રણ અધિકારી અને શહેરના ચાર પોલીસ સ્ટેશનના અધિકારીઓ સાથે બેઠક કરી અને કામગીરીને સઘન બનાવવા નિર્ણય લેવામાં આવ્યો છે.

- Advertisement -

રખડતા ઢોરની સમસ્યા જામનગર શહેરમાં દિવસને દિવસે વકરતી જાય છે અને શહેરના મુખ્ય રાજમાર્ગો પર અસંખ્ય ઢોર અડીંગો જમાવી બેસેલા હોવાથી વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ઘણી વખત આ રખડતા ઢોરને કારણે અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે તેમજ ઢોરને કારણે ટ્રાફિક જામની સમસ્યાઓ પણ બનતી હોય છે. હાલમાં જ હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને ખખડાવ્યાં બાદ સમગ્ર રાજ્યમાં રખડતા ઢોર મામલે સરકાર એકશનમાં આવી છે અને દરેક જિલ્લાઓમાં રખડતા ઢોર મામલે કડક કાર્યવાહીની સૂચનાઓ આપવામાં આવી છે. જેના પગલે મહાનગર પાલિકાના કમિનશનર વિજયકુમાર ખરાડી દ્વારા રાજભા ચાવડા, સુનિલ ભાનુશાળી અને યુવરાજસિંહ ઝાલા નામના ત્રણ અધિકારીઓને પોલીસ ફરિયાદ કરવાની સત્તા આપવામાં આવી છે.

જટિલ બનેલી રખડતા ઢોરની સમસ્યા સંદર્ભે કમિશનરની સૂચનાથી આજે પોલીસવડા પ્રેમસુખ ડેલુ સાથે થયેલી વાતચીત બાદ શહેરના એ, બી, સી અને મહિલા તથા સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના આઠ પોલીસ કર્મચારીઓનો સ્ટાફ મહાનગર પાલિકાના અધિકારીઓ સાથે બંદબોસ્તમાં રહેશે. જેના પગલે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આજે સવારે 8 પોલીસકર્મી સાથે બેઠક કરી ઢોર પકડવાની કામગીરી આજથી સઘન બનાવી દેવામાં આવી છે. જેમાં અધિકારીઓ દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular