જામનગરમાં ગણેશમહોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી થઇ રહી છે. હાલ ગણેશમહોત્સવ અંતિમ પડાવ તરફ જઇ રહ્યો છે. ગણપતી વિસર્જન નજીક આવી રહ્યું છે. ત્યારે જામસાહેબ શત્રુશલ્યસિંહજી દ્વારા લોકોને ઘરે પાણીમાં અથવા મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલાં કુંડમાં જ ગણેશ વિસર્જન કરવા અપીલ કરવામાં આવી છે અને પોલીસ તથા વહિવટી તંત્ર પણ લોકોને સાથ સહકાર આપે અને લોકોને કાયદો વ્યવસ્થા તથા પર્યાવરણ જાળવણી માટે અપીલ કરી છે.
જામસાહેબ બાપુશ્રી શત્રુશલ્યસિંહજી દિગ્વિજયસિંહજી જાડેજા દ્વારા નદી તળાવમાં ગણપતિ વિસર્જન કરતા લોકો ને તેમના નિવાસસ્થાને બોલાવી, ઘરે પાણીમાં ગણપતિ વિસર્જન કરવા અથવા મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા કુંડમાં વિસર્જન કરવા માહિતી આપી સમજાવવા માં આવ્યું હતું.
બાપુશ્રી શત્રુશલ્યસિંહજી દિગ્વિજયસિંહજી જાડેજાએ કાયદો વ્યવસ્થા અને સરકારના નિયમો,પર્યાવરણની રક્ષા અને જાહેરનામનો અમલ કરવા પણ અપીલ કરી હતી. સાથેસાથે પોલીસ,વહીવટીતંત્ર પણ લોકોને સાથ સહકાર આપે અને મદદરૂપ થાય તેવી અપીલ કરી હતી.
વધુમાં જામસાહેબએ જણાવ્યું હતું કે તેમના નિવાસસ્થાને પણ ભગવાન ગણપતિ બાપાને પાણીના ટબ માં વિસર્જન કરવામાં આવે છે. આથી શહેરીજનોને પણ પર્યાવરણને ધ્યાને લઇ પોતાના નિવાસ સ્થાને અથવા મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલાં કુંડમાં જ ગણેશ વિસર્જન કરવા અપીલ કરી છે.