Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરરાહુલ ગાંધીના નિવેદન પર જામનગરના જામસાહેબે આપી પ્રતિક્રિયા

રાહુલ ગાંધીના નિવેદન પર જામનગરના જામસાહેબે આપી પ્રતિક્રિયા

- Advertisement -

તાજેતરમાં રાહુલ ગાંધી દ્વારા અપાયેલ નિવેદનને લઇ ક્ષત્રિયોમાં ફરી એક વખત રોષની લાગણી છવાઈ છે. ત્યારે જામનગરના જામસાહેબ એ પણ ખેડૂતના ઉદાહરણ સાથે રાહુલ ગાંધીના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

- Advertisement -

જામસાહેબે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, જ્યારે મહારાજા જામસાહેબ રણજીતસિંહ ઓફ નવાનગર તેમનું નવું ગેસ્ટ હાઉસ બનાવી રહ્યા હતાં તે દરમિયાન એક દિવસ તેઓ ઘોડેસવારીએ એક નાની વાડી જે એમના નવા ગેસ્ટ હાઉસથી નજીકમાં હતી તેની મુલાકાતે ગયા હતાં ત્યારે જામસાહેબે આ વાડીના માલિક ખેડૂતને પ્રશ્ર્ન કર્યો કે એમને ગેસ્ટ હાઉસના ઉપયોગ માટે અહીં બગીચો બનાવવો હોય તો આ વાડી મને એટલે કે જામસાહેબને આપવા તૈયાર છો ? ખેડૂત જામસાહેબને એમ સમજાવવાની અરજ કરી કે આ વાડી ઉપર મારું અને મારા પરિવારના ગુજરાનનો આધાર છે. અમને આ વાડી છોડી દઇએ તો અમે અમારું ગુજરાન કેમ કરીએ ?

જવાબમાં જામસાહેબે ખેડૂતને કહ્યું કે, તમને આ વાડી મને સોંપો તો તેના બદલામાં હું તમને એટલીને એટલી ખેતીની જમીન આપું. પરંતુ ખેડૂતે નમ્રતાથી કહ્યું કે, પોતે જે વાડી સોંપશે તે બહુ જ ઉત્તમ ખેતીવાળી છે. જેની સામે આપ અમને જમીન આપશો તો એ પડતર જમીન હશે એના અનુસંધાને જામસાહેબે ખેડૂતને કહ્યું કે તમે એક વર્ષનો સમય લઇને નવાનગર સ્ટેટની માલિકીની ગમે તે તમને લાયક જમીન દેખાય અને તમને જે પસંદ હોય તે જમીન હું તમને આપીશ. અમુક સમય બાદ જ્યારે ખેડૂતે જામસાહેબને જણાવ્યું કે, તેણે એક જમીન પસંદ કરી છે ત્યાર પછી એક રાજનો અમલદાર ગાડી લઇને ખેડૂતને તે જમીન દેખાડવા લઇ ગયો જમીન જોયા પછી ખેડૂતને પાછો ઘરે પહોંચાડી અને કહ્યું કે, હવે તમે રાહ જોજો કારણ કે અમારે આ કામની કાનૂની વિધિ કરવાની છે.

- Advertisement -

ઘણાં દિવસો વીતી જતાં ખેડૂતના પરિવારના સભ્યો કહેવા લાગ્યા કે મહારાજા આપણી સાથે તો બહુ જ સારી રીતે વાતો કરી ગયા પરંતુ, પછી બધુ ભુલી ગયા લાગે છે. સારી વાત એ હતી કે અચાનક એક દિવસ તે જ રાજના અમલદાર પાછા એ ખેડૂતની વાડીએ આવ્યા અને ખેડૂતને વિનંતી કરી જમીન જોવા લઇ ગયા. જમીન જોતા ખેડૂતે અમલદારને કહ્યું કે, મે તો એક નાનકડી અને બીલકુલ ઉજ્જડ જમીન પસંદ કરી હતી. જ્યારે આ જમીન તો બમણી મોટી છે તેમાં સરસ મોટો પાણીથી ભરેલો કુવો છે. સરસ મકાન ઉભુ છે અને જમીનમાં બાજરાનો પાકેલો મોલ ઉભો છે આ મારી બતાવેલી જમીન કેમ હોય ? તેના જવાબમાં અમલદારે ખેડૂતને સમજાવ્યું કે, જામસાહેબે એવો નિર્ણય લીધો કે તમને તમારી વાડી કરતાં બમણી જમીન આપવી. ત્યાં મોટો કુવો ગાળવો. તેઓને રહેવા એક સારું મકાન બાંધી દેવું અને તેમના માટે બાજરાનો મોલ ઉભો કરી દેવો. એટલે આ તમારી પસંદ કરેલી જમીન જ છે અને તેના ઉપર આ બધુ કામકાજ રાજના ખર્ચે કર્યુ છે.

અંતે રાજાશાહીના વખતમાં રાજા-મહારાજાઓ આવી રીતે કામકરતા હોવાનો પત્રમાં ઉદાહરણ આપ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular