Wednesday, October 23, 2024
Homeરાજ્યજામનગરપ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કામગીરીમાં જામનગરની જી.જી. હોસ્પિટલ સમગ્ર રાજ્યમાં અગ્રેસર

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કામગીરીમાં જામનગરની જી.જી. હોસ્પિટલ સમગ્ર રાજ્યમાં અગ્રેસર

હોસ્પિટલ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪માં ૫૭૬૦ ક્લેમ કરી રૂ.૧૧ કરોડથી વધુ રકમની આવક સાથે ક્લેમ કરેલ હોસ્પિટલોમાં ત્રીજુ સ્થાન મેળવ્યું

- Advertisement -

સરકારની મહત્વની એવી આરોગ્યલક્ષી યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) સાથે જોડાયેલ હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે. જામનગરની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતે પણ દર્દીઓને આ યોજનાનો લાભ આપી વિવિધ સારવારના ક્લસ્ટર મુજબ બ્લોક કરી વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૩-૨૪માં જી.જી.સરકારી હોસ્પિટલ જામનગરે ૫૭૬૦ દર્દીઓના કલેમ કરી રૂ.૧૧ કરોડથી વધુ આવક પ્રાપ્ત કરી ગુજરાતમાં અગ્રેસર રહી છે.

- Advertisement -

સમગ્ર ગુજરાતમાં જી.જી. સરકારી હોસ્પીટલે સૌથી વધારે દર્દીના ક્લેમ કરી ક્લેમ બ્લોકના લીસ્ટમાં ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ છે. જ્યારે ઇન્કમની સરખામણી કરતા પ્રથમ નંબર પર આવેલ સરકારી હોસ્પિટલને સમકક્ષ ૧૧ કરોડ થી વધારેના ક્લેમ કરવામાં આવેલ છે. જી. જી. હોસ્પિટલ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૯૯૪ ક્લેમ, વર્ષ ૨૦૨૩-૨૪માં ૫૭૬૦ ક્લેમ તથા ચાલુ વર્ષે મે-૨૦૨૪ સુધીમાં ૧૨૮૨ ક્લેમ કરવામાં આવ્યા છે.

મે-૨૦૨૪માં ગુજરાત સરકાર દ્વારા હોસ્પિટલ ક્લેમ ડેટા તેના દ્વારા જનરેટ કરેલ ઇન્કમનો ડેટા, આયુષમાન કાર્ડ કાઢવાની કામગીરી વગેરેનો અહેવાલ રીપોર્ટ જાહેર કરવામાં આવેલ હતો.જેમાં દર્દીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર મળી રહે તે માટે શ્રેષ્ઠ કામગીરી કરેલ હોસ્પિટલોને પ્રોત્સાહન આપ્યું હતું. જેમાં જી.જી સરકારી હોસ્પિટલ જામનગરે વર્ષ ૨૦૨૩-૨૪માં ૫૭૬૦ ક્લેમ કરી, ક્લેમ કરેલ હોસ્પીટલોમાં ત્રીજુ સ્થાન પ્રાપ્ત કરેલ છે. જયારે ઇન્કમની સરખામણીએ જોવામાં આવે તો પ્રથમ નંબર પર ક્લેમ કરનાર સરકારી હોસ્પીટલની ઇન્કમને સમકક્ષ રૂ.૧૧ કરોડથી વધુ રકમ ઊભી કરી જામનગરનું ગૌરવ વધાર્યું છે.

- Advertisement -

જી.જી. હોસ્પિટલ દ્વારા જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે સંસ્થા ખાતે સારવાર લેવા જતાં PMJAY કાર્ડ સાથે લાવવું. જેથીવધુમાં વધુ જરૂરિયાતમંદો આ યોજનાનો લાભ લઇ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સારવાર ફ્રી માં મેળવી શકે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular