Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજામનગરના યુવાનના ક્રેડીટકાર્ડમાંથી છેતરપિંડી કરી ઓનલાઇન ખરીદી

જામનગરના યુવાનના ક્રેડીટકાર્ડમાંથી છેતરપિંડી કરી ઓનલાઇન ખરીદી

અમદાવાદના વિદ્યાર્થી શખ્સનું કારસ્તાન : ક્રેડીટ કાર્ડની વિગતો તથા સીવીવી પીન મેળવી ઓનલાઇન છેતરપિંડી : સાયબર ક્રાઈમ પોલીસે અમદાવાદના શખ્સને દબોચ્યો

- Advertisement -

જામનગરમાં રહેતાં વ્યક્તિના ક્રેડીટકાર્ડની વિગતો અને અનઓર્થોરાઈઝ એકસેસ મેળવી ઓનલાઈન ખરીદી કરી છેતરપિંડી કરનાર અમદાવાદના વિદ્યાર્થી શખ્સની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર શહેર સહિત સમગ્ર દેશભરમાં જેમ જેમ ડીજીટલનો ઉપયોગ વધતો જાય છે તેમ-તેમ સાયબર ક્રાઈમના બનાવોનો ગ્રાફટ પણ વધતો જાય છે. જો કે, તંત્ર અને પોલીસ દ્વારા અવાર-નવાર લોકોમાં જાગૃત્તતા માટે સુચનો અને સમજ તથા ચેતવણી આપવામાં આવે છે તેમ છતાં લોકો સાતીર ગુનેગારોની જાળમાં ફસાઈ જાય છે. બનાવની વિગત મુજબ, જામનગરના જ એક યુવાનના ક્રેડીટ કાર્ડની વિગતો મેળવી એનાલીસીસ કરી યુવાનના ક્રેડીટ કાર્ડથી ઓનલાઈન ખરીદી કરવામાં આવી હતી. જે અંગેની જાણ થતા યુવાને આ છેતરપિંડી અંગે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે એન ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એચ.વી. રાઠોડ તથા પીએસઆઈ જે.એસ. ડેલા, હેકો પ્રણવ વસરા અને લોકરક્ષક દળના વી પી ઝાલા સહિતના સ્ટાફ દ્વારા ટેકનિકલ એનાલીસીસ અને આરોપીના મોબાઇલ નંબરના લોકેશનના આધારે અમદાવાદમાં અભ્યાસ કરતા હર્ષવર્ધન અશોક પરમાર (ઉ.વ.23) નામના શખ્સને દબોચી લીધો હતો અને પૂછપરછ હાથ ધરતા હર્ષવર્ધને યુવાનના ક્રેડીટ કાર્ડની વિગતો મેળવી સીવીવી પીન નંબર પણ ગેરકાયદેસર રીતે યુવાન પાસેથી મેળવી લીધો હતો અને આ સીવીવી પીનનો ઉપયોગ કરી યુવાનના ક્રેડીટ કાર્ડમાંથી ક્રોમા કંપનીના વાઉચર મેળવી ઇલેકટ્રીક આઈટમની ખરીદી કરી રૂા.50,000 ની છેતરપિંડી આચરી હોવાની કેફિયત આપી હતી.

જેના આધારે સાઈબર ક્રાઈમ પોલીસે હર્ષવર્ધનની પૂછપરછ કરતા હર્ષવર્ધન કાર્ડધારકોની કોઇપણ રીતે અનઓથોરાઈઝડ એકસેસ મેળવી લેતો હતો અને ત્યારબાદ ક્રેડીટકાર્ડની તમામ માહિતી સાથે સીવીવી, પીન પણ મેળવી લઈ કાર્ડધારક પાસેથી ઓટીપી નંબર પણ મેળવી લઇ ક્રેડીટકાર્ડમાંથી ઓનલાઈન ક્રોમા કંપનીના વાઉપર મેળવી ઇલેકટ્રીક આઇટમની ખરીદી કરી છેતરપિંડી આચરી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular