જામનગર શહરના જાગૃત્તિનગરવાસમાંથી તીનપતિનો જૂગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે રૂા.5860 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામનગરમાં ખંભાળિયા નાકા બહારથી વર્લીના આંકડા લખતા શખ્સને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગારદરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરના જાગૃત્તિનગર બાવરીવાસમાંથી જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન પ્રકાશ સોંદરજી પારજિયા, બિપીન રમેશ ડાભી, ખીમા રાણા દસા નામના ત્રણ શખ્સોને રૂા.5860 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, જામનગર શહેરના ખંભાળિયા નાકા પાસે જાહેરમાં વર્લીના આંકડા લખી પૈસાની હારજીત કરતા હોવાની બાતમીના આધારે સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન પ્રકાશ ઘનશ્યામ લાલવાણી નામના શખ્સને રૂા.2490 ની રોકડ રકમ અને વર્લીના આંકડા લખેલી સ્લીપ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.