જામનગર ક્રિકેટ એસોસિએશનની મહિલા ખેલાડીએ ઝારખંડ સામે અંડર-16 મેચમાં સૌરાષ્ટ્રની કેપ્ટનશીપ કરતાં અણનમ 73 રન ફટકારી ફિલ્ડીંગ દરમ્યાન 3 રનઆઉટ કરી મહત્વનું યોગદાન આપતા જામનગર શહેર અને જામનગર ક્રિકેટ એસોસિએશનનું ગૌરવ વધાર્યુ છે.
બીસીસીઆઇ સંચાલિત વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનો તા. 27 ડિસેમ્બરથી ઇન્દોરમાં પ્રારંભ થયો છે. આ ટુર્નામેન્ટમાં જામનગર ડિસ્ટ્રીકટની 10 મહિલા ક્રિકેટ ખેલાડીઓની સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં પસંદગી થઇ છે. એક સાથે 10 મહિલા ખેલાડીઓની પસંદગી જામનગર માટે ગૌરવની વાત છે. ત્યારે આ યશકલીગમાં વધુ એક વધારો થતાં જામનગરની મહિલા ખેલાડીએ આ ટુર્નામેન્ટમાં ફટકાબાજી કરતાં મહત્વનું યોગદાન આપ્યું હતું. જામનગર ક્રિકેટ એસોસિએશનની રાબિયા સમા નામની ખેલાડીએ સૌરાષ્ટ્રની કેપ્ટનશીપ કરતાં ઝારખંડ સામેની મેચમાં અણનમ 73 રન ફટકાર્યા હતા. તેમજ ફિલ્ડીંગ દરમ્યાન પણ 3 રન આઉટ કરી આ મેચમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.