Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરદરેડ ગામમાંથી બોગસ તબીબને ઝડપી લેતી જામનગર એસઓજી

દરેડ ગામમાંથી બોગસ તબીબને ઝડપી લેતી જામનગર એસઓજી

- Advertisement -

જામનગરના દરેડ ગામમાંથી જામનગર એલસીબી પોલીસે ડિગ્રી વગરના બોગસ તબીબનું રૂા. 4793ના તબીબી સાધનો સહિતના મુદ્ામાલ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ દરેડ ગામમાં ગોકુલધામ સોસાયટીમાં ઓમ ક્લિનીકમાં અમિત અગ્રાવત નામનો શખ્સ ડોકટરને લગતી ડિગ્રી ન હોવા છતાં દર્દીઓને તપાસી પૈસા વસુલતો હોવાની એસઓજીના હેકો રમેશભાઇ ચાવડા, હર્ષદભાઇ ડોરીયા તથા સોયબભાઇ મકવાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ જે.વી. ચૌધરી તથા પીએસઆઇ જે.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ દ્વારા રેઇડ દરમિયાન મુળ જામજોધપુર તાલુકાના સડોદર ગામના અમિત કાંતિલાલ અગ્રાવતને દરેડ ગોકુલધામ સોસાયટીમાં ઓમ ક્લિનીકમાંથી જુદી જુદી કંપનીઓની દવાઓ, બાટલા, ઇન્જેકશનો સહિતના કુલ રૂા. 4793ના સાધનો સહિતના મુદ્ામાલ સાથે ઝડપી લઇ ગુજરાત મેડીકલ પ્રેક્ટિનર્સ એકટ હેઠળ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular