Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હોદે્દારોની વરણી...

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હોદે્દારોની વરણી…

- Advertisement -

જામનગર મહાપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે એડવોકેટ મનિષ કનખરા તથા ઉપાધ્યક્ષ તરીકે પ્રજ્ઞાબા સોઢાની વરણી કરવામાં આવી છે. સમિતિના સભ્યોની ચૂંટણી બાદ લાંબા સમયથી અટકેલી પદાધિકારીઓની ચૂંટણી આજે મેયર બીનાબેન કોઠારીના અધ્યક્ષસ્થાને જામ્યુકોના સ્ટેન્ડીંગ કમિટી હોલમાં યોજવામાં આવી હતી. જેમાં ઉપરોકત બન્ને સભ્યોની પદાધિકારી તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. શિક્ષણ સમિતિમાં પક્ષપ્રેરિત કુલ 12 સભ્યો ચૂંટાયા છે. જેમાં ભાજપના બાર અને કોંગ્રેસના એક સભ્યનો સમાવેશ થાય છે.

- Advertisement -

ગત મહિનાઓમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી જાહેર કરાયા બાદ ભાજપા તરફથી 11 અને કોંગ્રેસ તરફથી એક ફોર્મ આવતા ચૂંટણી બિનહરિફ બની હતી. ભાજપા તરફથી મનિષાબેન બાબરીયા, નારણભાઇ મકવાણા, સંજયભાઇ દાઉદીયા, મનિષભાઇ કનખરા, યાત્રીબેન ત્રિવેદી, પ્રજ્ઞાબા સોઢા, બિમલભાઇ સોનછાત્રા, નિલેશ હાડા, રમેશભાઇ કંસારા, દિનેશભાઇ દેસાઇ, પરસોતમભાઇ કાકનાણી તેમજ કોંગ્રેસ તરફથી આનંદભાઇ ગોહિલના નામોના ફોર્મ ભરાયા હતાં. સરકારના માનદ્ પ્રતિનિધિઓ તરીકે એમ.આર. કુંભરવડીયા, રઉફભાઇ ગઢકાઇ અને મુકેશભાઇ વસોયાની વરણી કરવામાં આવી હતી. તમામ નામોને રાજ્ય સરકાર દ્વારા ગેઝેટમાં માન્યતા અપાયા બાદ આજે સવારે શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગની સૂચનાથી મેયરના અધ્યક્ષ સ્થાને 10 વાગ્યે ચેરમેનની ચૂંટણીની ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં ચેરમેન તરીકે મનીષ કનખરા માટે રમેશભાઈ કંસારા એ દરખાસ્ત મુકી હતી અને નારણભાઇ મકવાણા દ્વારા આ દરખાસ્તને ટેકો આપવામાં આવ્યો હતો. જયારે વાઇસ ચેરમેન તરીકે પ્રજ્ઞાબા ચંદુભા સોઢા માટે પરષોત્તમભાઇ કકનાણી દ્વારા દરખાસ્ત મુકવામાં આવી હતી અને મનીષાબેન બાબરીયા દ્વારા દરખાસ્તને ટેકો આપવામાં આવ્યો હતો.

- Advertisement -

પ્રથા મુજબ પક્ષ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ભાજપાના સભ્યોને વ્હીપ આપી દેવામાં આવ્યો હતો. ચેરમેન તરીકે મનિષભાઇ કનખરા અને ડે.ચેરપર્સન તરીકે પ્રજ્ઞાબા સોઢાના નામો અગાઉથી જ ચર્ચાતા હતા. પદાધિકારીઓની વરણી બાદ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, આર.સી. ફળદુ, સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીંગ ચેરમેન મનિષ કટારિયા, ડેપ્યુટી મેયર તપન પરમાર,શાસક પક્ષના નેતા કુસુમ પંડયા, દંડક કેતન ગોસરાણી, ભાજપા શહેર અધ્યક્ષ ડો. વિમલ કગથરા, મહામંત્રી મેરામણ ભાટુ, પ્રકાશ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, કોર્પોરેટર સુભાષ જોશી, દિવ્યેશ અકબરી, કિશન માડમ, પૂર્વ શહેર ભાજપા અધ્યક્ષ નિલેશભાઈ ઉદાણી, અશોકભાઈ નંદા, મધુભાઈ ગોંડલિયા, રમેશભાઇ કંસારા, ગોપાલ સોરઠીયા,આનંદ ગોહિલ સહીત શહેર સંગઠનના હોદેદારો, કોર્પોરેટરો, મોરચાના પદાધિકારીઓ, પૂર્વ પ્રમુખો, પૂર્વ મેયર, વોર્ડ સમિતિના હોદેદારો, પ્રતિનિધિઓ કાર્યકર્તાઓએ આ નિમણૂંકને આવકારી બન્ને પદાધિકારીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમ ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular