Wednesday, October 21, 2026
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકા દ્વારા સફાઇ કર્મચારીઓનું સન્માન અને શિબીર - VIDEO

જામનગર મહાનગરપાલિકા દ્વારા સફાઇ કર્મચારીઓનું સન્માન અને શિબીર – VIDEO

 

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા સફાઇમિત્ર સુરક્ષા અને સન્માન શિબિર

ભારત સરકાર દ્વારા તા.17 સપ્ટેમ્બરથી તા.17 ઓકટોબર દરમિયાન આયોજીત સ્વચ્છતા હી સેવા (એસએચએસ)-2026 અભિયાન અંતર્ગત, ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા નવી દિલ્હી ખાતે સફાઇમિત્ર સુરક્ષા અને સન્માન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

સન્માન સફાઇમિત્રોનું સંકલ્પ સ્વચ્છ ભારતનું વિષય સાથે આયોજીત આ વિશેષ શિબિરમાં જામનગર મહાનગરપાલિકા પણ હાઇબ્રિડ માઘ્યમથી જોડાઇ હતી.

જામનગર મહાનગરપાલિકા દ્વારા આ કાર્યક્રમમાં શહેરના સફાઇમિત્રોને બહોળી સંખ્યામાં જોડવામાં આવ્યા હતાં. જેમાં સફાઇમિત્રોએ કાર્યક્રમનો લાભ લીધો હતો. શિબિરનો મુખ્ય ઉદ્દેશ શહેરની સ્વચ્છતા વ્યવસ્થામાં મહત્વપૂણર્ણ યોગદાન આપતા સફાઇ મિત્રોના કાર્યને બિરદાવવા સાથે તેમના આરોગ્ય, સલામતી, સુરક્ષા તથા સામાજિક સુરક્ષા સાથે સંકળાયેલી વિવિધ સેવાઓ અને યોજનાઓ અંગે માર્ગદર્શન તથા લાભ ઉપલબ્ધ કરાવવાનો હતો. આ શિબિરમાં સફાઇમિત્રોને કીટ આપી સન્માનિત કરાયા હતા સાથે જ આરોગ્ય વિભાગની ટીમે તેમનું આરોગ્ય ચેકઅપ પણ કર્યુ હતું.

- Advertisement -

સફાઇમિત્રો શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ રાખવામાં પાયાની ભૂમિકા ભજવે છે. તેમની સેવા અને પરિશ્રમને યોગ્ય સન્માન મળે તેમજ તેમના કલ્યાણ અને સુરક્ષા માટેની વિવિધ સુવિધાઓ તેમના સુધી પહોંચે તે દિશામાં આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ સાબિત થાય છે.

આ કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા અને સામાજિક જાગૃતિને વધુ મજબૂત બનાવવાના હેતુસર ચાર અલગ-અલગ મહત્વપૂર્ણ શપથ પણ લેવડાવવામાં આવ્યા હતાં. સૌપ્રથમ ઉપસ્થિત સૌએ સ્વચ્છતા અંગે શપથ લઇ સ્વચ્છતા જાળવવા અને સ્વચ્છતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો હતો.

ત્યારબાદ નશામુકિત અંગે શપથ લઇ નશાથી દૂર રહેવા અને સમાજને નશામુકત બનાવવામાં સહભાગી બનવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત માનવજીવન બચાવવા તથા સમાજહિતની ભાવનાને પ્રોત્સાહન આપવા અંગદાન અને રકતદાન અંગેના શપથ પણ લેવામાં આવ્યા હતાં.

આ કાર્યક્રમમાં ડે.મેયર રાકેશભાઇ ડેર, સ્ટે.કમિટી ચેરમેન ધીરેનકુમાર મોનાણી, કમિશનર દીપેશ કેડીઆ, શાસકપક્ષ નેતા અમરભાઇ મોદી, સેનિટેશન સમિતિના ચેરમેન મિલનભાઇ સભાયા, ડ્રેનેજ સમિતિના ચેરમેન દીપકસિંહ ચૌહાણ, સભ્યો હેતલબેન અમેથીયા, નિશાબેન અશ્ર્વાર, જશુબા ઝાલા, શીતલબેન વાઘેલા, જ્યોત્સનાબેન પાંભર, તૃપ્તિબેન ખેતીયા, સંગીતાબેન ગુઢકા, યોગેશભાઇ કણજારીયા, પ્રકાશભાઇ રાઠોડ, રીટાબેન જોટંગીયા, શર્મીલાબેન નંદા તથા રમીલાબેન કણજારીયા, સીટી ઇજનેર અને આસી. કમિશ્ર્નર (વ) ભાવેશભાઇ જાની, આસી. કમિશ્નર (વ) મુકેશભાઇ વરણવા, કાર્યપાલક ઇજનેર નરેશભાઇ પટેલ તથા નીતિનભાઇ દિક્ષિત સાથે અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular