Wednesday, December 4, 2024
Homeરાજ્યજામનગરજામનગર માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન તરીકે મુકુંદ ભાઈ સભાયા તથા વાઈસ ચેરમેન...

જામનગર માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન તરીકે મુકુંદ ભાઈ સભાયા તથા વાઈસ ચેરમેન તરીકે હિરેનભાઈ કોટેચા  ની નિમણુક – VIDEO

બંને હોદેદારોની બિનહરીફ વરણી : કૃષિમંત્રી, જિલ્લા ભાજપા પ્રમુખ સહિતના અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવી

- Advertisement -

- Advertisement -

હાપા માર્કેટીંગ યાર્ડના ચેરમેન-વાઈસ ચેરમેનની શનિવારે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચેરમેન તરીકે મુકુંદભાઈ સભાયા અને વાઈસ ચેરમેન તરીકે હિરેનભાઈ કોટેચાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ તકે કૃષિમંત્રી, જિલ્લા ભાજપા પ્રમુખ સહિતના અગ્રણીઓએ ફુલહાર કરી શુભેચ્છા પાઠવી હતી.

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડના વાઇસ ચેરમેનની ચુંટણી શનિવારે બપોરે યોજાઈ હતી. જેમાં ડિસ્ટ્રીકટ રજીસ્ટ્રાર રાજકોટ ચૂંટણી અધિકારી તરીકે રહ્યા હતાં. તેઓ દ્વારા બપોરે સાડા બાર વાગ્યે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચૂંટણીને લઇ હાપા માર્કેટીંગ યાર્ડ ખાતે સવારથી જ ઉતેજનાનો માહોલ જોવા મળ્યો હતો. આ ચૂંટણીમાં જિલ્લા રજીસ્ટ્રારની હાજરીમાં યાર્ડના ચેરમેન તરીકે ખેડૂત મંડળીના પ્રતિનિધિ મુકુંદભાઇ સભાયા તથા વાઈસ ચેરમેન તરીકે વેપારી મંડળના પ્રતિનિધિ હિરેનભાઈ કોટેચાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ચેરમેન – વાઈસ ચેરમેનની બિનહરીફ વરણી થતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, જિલ્લા ભાજપા પ્રમુખ રમેશભાઈ મુંગરા, યાર્ડના પૂર્વ ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓ યાર્ડના પૂર્વ હોદેદારો સહિતના મહાનુભાવોએ નવનિયુકત ચેરમેન અને વાઈસ ચેરમેનને ફુલહાર કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular