જામનગરમાં આવેલ જૈનોના પ્રથમ તિર્થંકર આદિનાથદાદા જન્મ-દિક્ષા કલ્યાણકની આજે ઉજવણી કરાઇ રહી છે. પ.પૂ. પં. પ્રવર સત્તબોધિવિજયજી મ.સા.ની પાવન નિશ્રામાં યોજાનાર જન્મ-દિક્ષા કલ્યાણક અંતર્ગત આજે સવારે 6 વાગ્યે શરણાઇવાદન, સવારે 6:30 કલાકે સામુહિક સ્નાત્રપૂજા, સવારે 6:30 કલાકે પક્ષાલપૂજાના ઘીની ઉછામણી, અભિષેક સમયે દાદાને પ્રથમ બરાસપૂજા, કેશરપૂજા, પૂષ્પ પૂજા, હેમના આભુષણ પૂજાની ઘીની ઉછામણી બોલવામાં આવી હતી. સવારે 8 વાગ્યે લાભાર્થી શેઠ પ્રાણલાલ પદમશી તથા વિધિકાર યશભાઇ રામાણી દ્વારા આદિનાથ દાદાની ધજાવિધિ યોજાઇ હતી. આ ઉપરાંત સવારે 11:30 થી 2 વાગ્યા સુધી હેમતલાલ માણેકચંદ મેતા પરિવારના સર્વે સદસ્યો દ્વારા અમૃતવાડી, નાગનાથ ગેઇટ, જામનગર ખાતે વિશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ, જૈન સંઘનું સ્વામિ વાત્સલ્ય (સંઘ જમણ) યોજાયું હતું. તેમજ બપોરે 2:30 વાગ્યે આદિનાથ પંચ કલ્યાણકની પૂજા વિક્રમભાઇ મેતા ભણાવી હતી. રાત્રે 8:30 કલાકે પારસભાઇ ગડા (મુંબઇ)ના સંગીતકાર ભક્તિ ભાવના તથા દાદાને 108 દિવાની આરતી અને મંગલદિપકના ઘીની ઉછામણી કરવામાં આવશે.


