Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગર હિન્દુસેના દ્વારા બહેનોને નિ:શુલ્ક ‘ધ કેરેલા સ્ટોરી’ બતાવાશે

Video : જામનગર હિન્દુસેના દ્વારા બહેનોને નિ:શુલ્ક ‘ધ કેરેલા સ્ટોરી’ બતાવાશે

- Advertisement -

જામનગર ક્રિસ્ટલ મોલ ખાતે આવેલી સિનેમામાં શુક્રવાર તા.5/5/2023 ના રોજ રિલીઝ થતી લવ જીહાદ પરથી પડદો ઉઠાવતી ‘ધ કેરેલા સ્ટોરી’ ને હિન્દુસેના એ આવકારી છે. જેમાં 14 વર્ષથી ઉપરની બહેનો અને દિકરીઓ માટે આ ફિલ્મને જોવા માટે હિન્દુ સેના દ્વારા નિ:શુલ્ક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

- Advertisement -

જેમાં ધો.8 થી 12 તેમજ કોલેજ કરતી બહેનો આ ફિલ્મ જોવા માગતી હોય તો હિન્દુ સેનાના ફોન નંબર 989880 23007, 8238545303 ઉપર સંપર્ક કરવાનો રહેશે. તા.4/5/2023 ના રાત્રે 10 વાગ્યે પહેલાં રજીસ્ટે્રશન કરાવી લેવું. જેથી જામનગર ખોડિયાર કોલોનીમાં આવેલી રિલાયન્સ ક્રિસ્ટલ મોલ, આઇનોકસ સિનેમામાં બપોરે 2 વાગ્યાના શો માં નિ:શુલ્ક વ્યવસ્થા ગોઠવાઈ શકે તેવું હિન્દુસેનાના ગુજરાત પ્રમુખ પ્રતિક ભટ્ટની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular