વિશ્વ હેરિટેજ ડેની ઉજવણીના ભાગરૂપે પરિભ્રમણ અને એસેન્ટ્રક એડવેન્ચર્સના સંયુક્ત ઉપક્રમે તા. 18.4.2025ને શુક્રવારના રોજ જામનગરના ઐતિહાસિક સ્થળોની મુલાકાત અને તે અંગે માહિતી આપવા માટે હેરિટેજ વોક વીથ કવીઝનું વિનામૂલ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. વર્લ્ડ હેરિટેજના દિવસે હેરિટેજ ઈમારતોની મુલાકાત માટે અંદાજે 100 જેટલા લોકો જોડાયા હતા. જેમાં જે-તે ઈમારતોની મુલાકાત વખતે તે અંગેના સવાલો કરી જવાબ આપનારને પ્રોત્સાહક ઈનામ આવપામાં આવ્યા હતા. સાથે તે અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં ભુજીયો કોઠો, રણમલ તળાવ, ખંભાળીયા ગેઈટ, દરબારગઢ, નવાનગરની સ્થાપનાની ખાંભી, જૈન દૈરાસર સહીતના સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાતે આવેલા લોકોએ સંસ્થાના આયોજનને બીરદાવીને પ્રશંસા કરી હતી. સાથે જે સ્થળોને અનેક વાર જોયા અને જયાં ફરવા ગયા હોય તે સ્થળો વિશેની વિસ્તૃત અને સચોટ માહિતી મળતા ખુશી વ્યકત કરી હતી.


