જામનગરમાં ક્રિકેટ બંગલા ખાતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આયોજિત અંડર-19 ઇન્ટર ડિસ્ટ્રીકટ વન-ડે મેચ યોજાઇ રહી છે. આ ટુર્નામેન્ટમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ ગ્રામ્ય જિલ્લાની ટીમો ભાગ લઇ રહી છે.
જેમાં આજરોજ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની ટીમ વચ્ચે મેચ યોજાયો હતો. જામનગર ઉત્તરના ધારાસભ્ય અને પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ ટોસ ઉછાળી મેચનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં જામનગરની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગની પસંદગી કરી હતી. આ તકે ટીમના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ, મેનેજર ભરત મથ્થર, જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસો.ના પ્રમુખ અજયભાઇ સ્વાદિયા, વિનુભાઇ ધ્રુવ, ભરતસિંહ જાડેજા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઇ ઉદાણી, ભીખુભા જાડેજા, આર.સી. પરમાર, પ્રવિણસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં અને બન્ને ટીમોના ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી. આવતીકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લા અને જુનાગઢ ગ્રામ્ય તથા રવિવારે જામનગર અને જુનાગઢ ગ્રામ્ય વચ્ચે મેચ યોજાશે.