જામનગરના ડો. યુસુફ અબ્બાસ સોની એ તા.27મી નવેમ્બરના રોજ મિડલ્સબ્રો, યુકેમાં જ્યુરીસ ઇન હોટેલ ખાતે યોજાયેલ ટીસ વેલી BME અચીવમેન્ટ્સ વાર્ષિક પુરસ્કાર સમારોહમાં BME સમુદાયમાં ઉત્કૃષ્ટ યોગદાન અને સકારાત્મક રોલ મોડલ માટે સમુદાય વ્યક્તિગત શ્રેણી હેઠળ એવોર્ડ મેળવ્યો હતો. ટીસ વેલી BME એવોર્ડ્સ સકારાત્મક પરિવર્તન માટે સેવા પ્રદાતાઓ અને સમુદાયના સભ્યો માટે આવશ્યક અને સારી રીતે લાયક પ્લેટફોર્મ પૂરું પાડે છે.
UKમાં કોવિડની બીજી વેવ દરમિયાન ડો. યુસુફ સોની અગ્રણી ડોકટર હતા, તેમણે સૈફી હોસ્પિટલ જામનગર અને બદ્રી કમિટીના સ્વયંસેવકોને રોગચાળા દરમિયાન જામનગરને ટેકો આપ્યો હતો, માર્ગદર્શન આપ્યું હતું કોવિડ સામે લડવાની રીતો અને ઉપાયો સૂચવ્યા હતા.