રાજ્યના 12 વીજવર્તુળ કચેરીમાં છેલ્લાં ચાર મહિનામાં વીજચોરીમાં જામનગર જિલ્લો પાંચમા સ્થાને રહ્યો છે. જામનગર જિલ્લામાં કુલ 7970 વીજ જોડાણ ચકાસતા 2050 વીજ જોડાણમાં વીજચોરી ઝડપાઈ હતી. 712 લાખ જેટલી વીજચોરીના બીલ ફટકારવામાં આવ્યાં હતાં.
જામનગર સહિત રાજ્યભરમાં વીજચોરીના દુષણને ડામવા વીજ કંપની દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવે છે. કોર્પોરેટ ઓફિસની સુચના અને માર્ગદર્શન હેઠળ તથા વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેરો અને વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેરોની રાહબરી અને સિધ્ધી દેખરેખ હેઠળ સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ વિસ્તારોમાં એપ્રિલ 2023 થી જુલાઈ 2023 ના ચાર માસ દરમિયાન કુલ 1,39,719 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યાં હતાં જેમાં કુલ 27,254 વીજજોડાણોમાં વીજચોરી ઝડપાતા 82.06 કરોડની વીજચોીર ઝડપાતા પૂરવણી બીલો ફટકારવામાં આવ્યા હતાં.
આ ચાર માસ દરમિયાન જામનગર વર્તુળ કચેરી હેઠળ 7970 વીજ જોડાણમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે પૈકી 2050 વીજજોડાણોમાં વીજચોરી ઝડપાતા 7.12 કરોડના પૂરવણી બીલ ફટકારવામાં આવ્યા હતાં.