ઇડી દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પુછપરછ કરવામાં આવી રહી છે. જેનું કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઇડી દ્વારા કોંગ્રેસ અધ્યક્ષને હેરાનગતી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે આજરોજ જામનગરમાં ચાંદી બજાર નજીક મહાત્મા ગાંધીના પ્રતિમા પાસે કોંગ્રેસ દ્વારા ધરણાં યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ તકે, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઇ કુંભારવડીયા, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સહારાબેન મકવાણા, જામનગર યુવક કોંગ્રેસ પ્રમુખ ડો.તોસીફખાન પઠાણ, કર્ણદેવસિંહ જાડેજા, કોર્પોરેટર રચનાબેન નંદાણીયા સહિતના હોદેદારો કાર્યકરોએ ધરણાં કર્યા હતાં.