Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર બન્યુ ઠંડુગાર

જામનગર શહેર બન્યુ ઠંડુગાર

એક ડિગ્રીના ઘટાડા સાથે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી

- Advertisement -

જામનગર શહેર જિલ્લામાં શહેરીજનો તિવ્ર ઠંડીનો સામનો કરી રહ્યા છે. જામનગર ઠંડુગાર બનતાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું છે. જેને પરિણામે રાત્રીના સમયે માર્ગો પર ચહલ-પહલ ઘટી છે.

- Advertisement -

જામનગરમાં લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રીના ઘટાડા સાથે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું હતું. ઉતરભારતમાં થયેલ હિમવર્ષાને પગલે જામનગર સહિત હાલાર પંથક ઠંડુગાર બની રહ્યું છે. છેલ્લા બે-ત્રણ દિવસથી જામનગરમાં ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. સુસવાટા મારતાં પવનોને કારણે શહેરીજનો તિવ્ર ઠંડીનો સામનો કરી રહ્યાં છે. આજે શુક્રવારે સવારે પુરા થતાં 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી, મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા હવામાં ભેજનું પ્રમાણ 86 ટકા નોંધાયું હોવાનો કલેકટર કચેરીના કંટ્રોલ રુમ દ્વારા જણાવાયું છે.

જામનગર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર અને ધોરીમાર્ગો પર ઠાર જોવા મળી રહ્યો છે. વાતાવરણ ટાઢુબોર થતાં રાજમાર્ગો પર રાત્રીના સમયે લોકોની ચહલ-પહલમાં ઘટાડો જોવા મળ્યો હતો. તો બીજીતરફ ઠંડીમાં વધારો થતાં લોકો તાપણાનો સહારો લઇ રહ્યાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular