જામનગર ચાઈલ્ડલાઈન 1098 દ્વ્રારા પ્રોજેક્ટ ડાયરેક્ટર જમનભાઈ સોજીત્રાના માર્ગદર્શન હેઠળ ચાઈલ્ડ રાઈટ્સ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં વિવિધ કાર્યક્રમોના માધ્યમથી બાળકોને તેમના મૂળભૂત અધિકારો વિશે જાગૃતતા લાવવાના સતત પ્રયત્નો કરવામાં આવ્યા હતાં. બાળકોના ચાર મૂળભૂત અધિકારોમાં એક અધિકાર સર્વાંગી વિકાસનો પણ છે.આ અધિકાર જયારે બધા બાળકો માટે હોય ત્યારે ઝુંપડપટ્ટીના બાળકો આ અધિકારથી વંચિત ન રહી જાય તેવા હેતુથી બાળકોએ બે દિવસની કાર્યશાળા દરમ્યાન બનવવામાં આવેલ વિવિધ પેનસ્ટેન્ડને બાળકોના હસ્તે જ અધિકારીઓને ગીફ્ટ કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત જામનગર ચાઈલ્ડલાઈન 1098 ટીમ દ્વારા દરેડ મારવાડાવાસ ઝુંપડપટ્ટીના બાળકોને વિવિધ વિભાગો/કચેરીઓની મુલાકાત કરાવવામાં આવી હતી. મુલાકાત દરમ્યાન વિભાગો/કચેરીઓની કામગીરી બાબતે બાળકોને માહિતી આપવામાં આવી હતી. બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ પેનસ્ટેન્ડઅને શો-પીસ બાળકોના હસ્તે જિલ્લા પોલીસ અધિક્ષક,જામનગર મ્યુનિસિપલ કમિશ્નર તથા નાયબ કમિશ્નર, જિલ્લા શિક્ષણ અધિકારી,જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સહ બાળલગ્ન પ્રતિબંધક અધિકારી,જિલ્લા મદદનીશ શ્રમ અધિકારી,જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી, જિલ્લા ચાઈલ્ડ વેલફેર કમિટી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીને ગિફ્ટમાં આપવામાં આવેલ.બાળકો દ્વારા વેસ્ટ વસ્તુઓ માંથી બનાવવામાં આવેલ પેનસ્ટેન્ડ અને શો-પીસ નિહાળીને અધિકારીઓ પ્રફુલ્લિત થઇ બાળકોની આ પ્રવૃતિને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને બાળકો પણ ઉચ્ચશિક્ષણ મેળવી સમાજ ઉપયોગી પ્રવૃત્તિ સાથે જોડાય તેવી પ્રેરણાઓ આપવામાં આવી હતી. જામનગર ચાઈલ્ડલાઈન 1098 ટીમ દ્વારા ઝુંપડપટ્ટીના બાળકોને જુદાજુદા વિભાગો અને અધિકારીઓની મુલાકાત કરાવી બાળકોને તેના સર્વાંગી વિકાસના અધિકારની તક આપી ચાઈલ્ડ રાઈટ્સ વીકની ઉજવણી કરી હતી.