રાહુલ ગાંધીના હિન્દુ વિશેના વિવાદિત નિવેદનનાં વિરોધમાં જામનગર શહેર ભાજપા દ્વારા રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યુ હતું અને રાહુલ ગાંધી વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતાં.
તાજેતરમાં સંસદના સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા હિન્દુઓ વિશે વિવાદિત નિવેદન કર્યુ હોય. જેને લઇ વિરોધનો વંટોળ શરૂ થયો છે. જામનગરમાં પણ શહેર ભાજપા દ્વારા આ અંગે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીના બફાટને લઇ જામનગર શહેર ભાજપા દ્વારા જામનગર શહેર ભાજપા કાર્યાલયથી રેલી યોજી હતી અને આ રેલી ટાઉનહોલ નજીક કોંગ્રેસ કાર્યાલય સુધી આ રેલી પહોંચી હતી અને રાહુલ ગાંધી વિરોધી સૂત્રચ્ચાર કર્યા હતાં. જામનગર શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઈ નાખવા, શહેર ભાજપા મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, કોર્પોરેટરો અરવિંદભાઈ સભાયા, ધીરેનભાઈ મોનાણી, પાર્થભાઈ જેઠવા, મુકેશભાઈ માતંગ, ગોપાલભાઈ સોરઠીયા, તૃપ્તિબેન ખેતિયા, પુર્વ શહેર ભાજપા પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, અગ્રણી પી.ડી. રાયજાદા સહિતના કોંગ્રેસના વિવિધ મોરચાના પ્રમુખો હોદેદારો, કાર્યકરો મોટી સંંખ્યામાં જોડાઈ વિરોધ પ્રદર્શન કર્યુ હતું.