જામનગર સહિત રાજ્યભરમાં ગઇકાલે સરદાર પટેલની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
જામનગરમાં રણજીતનગરમાં આવેલી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા ખાતે જામનગર શહેર ભાજપ દ્વારા ફૂલહાર કરી સરદાર પટેલ જન્મ જયંતિની ઉજવણી કરી હતી. જામનગર શહેર ભાજપ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે જામનગરના ધારાસભ્ય અને પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, ડે.મેયર તપન પરમાર, સ્ટે. કમિટી ચેરમેન મનિષ કટારીયા, દંડક કુસુમબેન પંડયા, કોર્પોરેટર અરવિંદભાઇ સભાયા, દિવ્યેશભાઇ અકબરી, ડિમ્પલબેન રાવલ, ક્રિષ્નાબેન સોઢા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, પૂર્વ સ્ટે. કમિટી ચેરમેન સુભાષભાઇ જોશી સહિતના ભાજપના કોર્પોરેટરો, હોદ્ેદારો, અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.