Saturday, December 21, 2024
Homeરાજ્યવિશાળ સમર્થકોની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર રજૂ કરતાં જામજોધપુર ભાજપા ઉમેદવાર ચિમનભાઇ શાપરિયા

વિશાળ સમર્થકોની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર રજૂ કરતાં જામજોધપુર ભાજપા ઉમેદવાર ચિમનભાઇ શાપરિયા

લાલપુરમાં વિશાળ જનસભા યોજાઇ : વિજય વિશ્ર્વાસ સંમેલનમાં ઉપસ્થિત જનમેદનીનો ચીમનભાઇને જંગી બહુમતિથી જીતાડવા નિર્ધાર : વિજય વિશ્ર્વાસ સંમેલનમાં કેસરિયું વાતાવરણ છવાયું

- Advertisement -

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબકકાનું મતદાન આગામી તા. 1 ડિસેમ્બરના રોજ યોજાનાર છે. ગઇકાલે સોમવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય ઉમેદવારોએ પોતાના નામાંકન પત્ર રજૂ કર્યા હતા. ત્યારે જામનગર જિલ્લાની 80-જામજોધપુર વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચીમનભાઇ સાપરિયાએ વિશાળ સંખ્યામાં સમર્થકોની ઉપસ્થિતિ વચ્ચે ઉમેદવારી પત્રક ભર્યુ હતું. ઉમેદવારી પત્રક ભરતાં પૂર્વે વિજય વિશ્ર્વાસ સંમેલેન યોજાયું હતું. જેમાં દરેક સમાજના અગ્રણીઓ, વેપારીઓ તેમજ ભાજપાના હોદેદારો, કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા અને વિજય વિશ્ર્વાસ સંમેલન દ્વારા સમગ્ર જામજોધપુર પંથકમાં કેસરિયું વાતાવરણ છવાયું હતું.

- Advertisement -

જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોની ચૂંટણીના ઉમેદવારી પત્રો ભરવાનો ગઇકાલે અંતિમ દિવસ હતો. ત્યારે અંતિમ દિવસે ભાજપાના ઉમેદવારોએ વિજય મુહુર્તમાં ઉમેદવારીપત્ર ભર્યા હતા. 80-જામજોધપુર વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચીમનભાઇ શાપરિયાએ ગઇકાલે પોતાનું ઉમેદવારીપત્રક રજૂ કર્યૂ હતું. જામજોધપુર મત વિસ્તારના લોકલાડીલા નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી તથા ભાજપાના ઉમેદવાર ચીમનભાઇ સાપરિયાએ લાલપુર ખાતે વિશાળ જનસભાના સમર્થન સાથે ડૉ. બાબાસાહેબ આંબેડકર, દેવાયતબાપા બોદર, ક્ષત્રિય સમાજના વિરસપૂત ભાણજી દલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ તકે ક્ષત્રિય સમાજના આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા જેમની શુભેચ્છા સ્વીકારી તેમજ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પહાર સાથે નમન કરી શુભમુહૂર્તમાં ફોર્મ રજૂ કર્યુ હતું.

જામજોધપુરના ભાજપા ઉમેદવાર ચીમનભાઇ સાપરિયા દ્વારા ઉમેદવારી પત્ર ભરતા પૂર્વે પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં વિજય વિશ્ર્વાસ સંમેલન યોજાયું હતું. આ વિજય વિશ્ર્વાસ સંમેલનમાં જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, સંગઠનના હોદેદારો, દરેક સમાજના અગ્રણીઓ વેપારી આગેવાનો ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. આ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીએ ભરોસાની ભાજપ સરકારના જામજોધપુર વિધાનસભાના ઉમેદવાર ચીમનભાઇ સાપરિયાને જંગી બહુમતીથી જીતાડવાનો નિર્ધાર કર્યો હતો. આ વિજય વિશ્ર્વાસ સંમેનલમાં કેસરિયો ઝંઝાવાત જોવા મળ્યો હતો. ચીમનભાઇના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જામજોધપુર બેઠક ઉપર ચીમનભાઇને સંપૂર્ણ રીતે સમર્થન સાથે જીતાડવા દ્રઢ નિશ્ર્ચય કર્યો હતો. સમગ્ર જામજોધપુર મત વિસ્તારના હજારો કાર્યકરો સમર્થકોની ઉપસ્થિતિમાં ચીમનભાઇએ શુભમુહૂર્તમાં પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યુ હતું. ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા બાદ આજથી લોકસંપર્કના કાર્યક્રમો પણ ઘડી કાઢવામાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular