Wednesday, December 4, 2024
Homeરાજ્યજામનગરજામજોધપુર અને પડાણામાં ધોધમાર બે ઈંચ વરસાદ વરસ્યો

જામજોધપુર અને પડાણામાં ધોધમાર બે ઈંચ વરસાદ વરસ્યો

ખંભાળિયામાં દોઢ ઈંચ અને જોડિયામાં અડધો ઈંચ : જામનગરમાં જોરદાર ઝાપટું : શેઠવડાળા અને વસઈમાં એક-એક ઈંચ

- Advertisement -

જામનગર જિલ્લાના જામજોધપુર ગામમાં અને લાલપુર તાલુકાના પડાણામાં ગતરાત્રિના આઠ વાગ્યાથી 10 વાગ્યા સુધીના બે કલાકના ધોધમાર બે ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે જોડિયામાં વધુ એક અડધો ઈંચ અને જામનગર શહેરમાં જોરદાર ઝાપટું પડયું હતું. દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં વધુ દોઢ ઈંચ વરસાદ પડયો હતો.

- Advertisement -

જામનગર અને દ્વારકા જિલ્લામાં ચોમાસાની સીઝનની શરૂઆતથી જ મેઘરાજા મહેરબાન રહ્યા છે. છેલ્લાં 24 કલાકના આંકડાઓ મુજબ જામજોધપુર ગામમાં ગત રાત્રિના 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીના બે કલાકમાં ધોધમાર બે ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે લાલપુર તાલુકાના પડાણા ગામમાં વધુ બે ઈંચ પાણી આકાશમાંથી વરસી ગયું હતું. ખંભાળિયા પંથકમાં મંગળવારે સવારથી ઉઘાડ તેમજ બફારાભર્યા માહોલ વચ્ચે સાંજે ઘટાટોપ વરસાદી વાતાવરણ છવાયું હતું અને સાંજે આશરે સાત એક વાગ્યાથી વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ શરૂ થયો હતો અને કુલ 35 મી.મી. (દોઢ ઈંચ જેટલું) પાણી વરસી જવા પામ્યું છે. ખંભાળિયાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સચરાચર ઝાપટા વરસ્યા છે. ધોધમાર વરસાદના પગલે શહેરના માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા અને થોડો સમય લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી હતી.

આજે સવારથી સમગ્ર પંથકમાં વાતાવરણ ખુલ્લું રહ્યું હતું અને સૂર્યનારાયણના દર્શન થયા હતા. જો કે ગરમી ભર્યો માહોલ યથાવત રહ્યો હતો. મોસમનો કુલ વરસાદ ખંભાળિયામાં 371, ભાણવડમાં 103 કલ્યાણપુરમાં 58 અને દ્વારકામાં 44 મી.મી. થયો છે.

- Advertisement -

તેમજ જોડિયામાં પણ રાત્રિના સમયે ધીમી ધારે વધુ અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો અને જામનગર શહેરમાં પણ રાત્રિના સમયે વીજળીના ચમકારા અને કડાકા ભડાકા વચ્ચે જોરદાર ઝાપટારૂપે અડધા ઈંચ જેટલા પાણી વરસી ગયું હતું. જેના કારણે શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યું હતું તેમજ જામજોધપુર તાલુકાના શેઠવડાળામાં વધુ એક ઈંચ વરસાદ અને જામવાડી અને સમાણા, વાંસજાળિયા, ધ્રાફામાં અડધો-અડધો ઈંચ તથા ધૂનડામાં સામાન્ય ઝાપટું પડયું હતું અને જામનગર તાલુકાના વસઈમાં પોણો ઈંચ તથા મોટી ભલસાણ, જામવણથલી અને અલિયાબાડામાં ઝાપટા પડયાના અહેવાલ છે અને લાલપુરના મોડપર તથા હરીપરમાં તેમજ જોડિયાના બાલંભામાં સામાન્ય ઝાપટા વરસ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular