છોટીકાશીનું બિરુદ ધરાવતા જામનગરની પાવન ધરતી ઉપર સૌ પ્રથમવાર પૂજયપાદ અનંત વિભૂષિત દ્વારકાશારદાપીઠાધીશ્ર્વર જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ પધારી રહ્યા છે ત્યારે તેમના આગમનને વધાવવા માટે વિવિધ સંસ્થાઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. સાથે જ ધારાસભ્ય દ્વારા ધર્મસભા અને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન પણ પોતાના નિવાસસ્થાને કરવા આવ્યું છે.
પૂજયપાદ અનંત વિભૂષિત દ્વારકાશારદાપીઠાધીશ્ર્વર જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ આગામી તા. 27 ઓકટોબરના રોજ જામનગરમાં સૌપ્રથમ વખત પધારી રહ્યા છે. તેમનું ગાંધીનગર મેઈન રોડ ખાતે આગમન થશે ત્યાંથી મનહર વિલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા)ના નિવાસ સ્થાને પહોંચશે ત્યાં સાંજે 04:30 કલાકે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે સાથે-સાથે નુતન વર્ષ 2079ના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન પણ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું છે. આ બન્ને કાર્યક્રમમાં ધર્મપ્રેમી જનતા સહિત સ્નેહીજનોને તેમજ શહેરીજનોને ઉપસ્થિત રહેવા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા)દ્વારા જાહેર હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે.
દ્વારકાશારદાપીઠાધીશ્વર જગદગુર શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ જામનગરની પવિત્ર ધરતી ઉપર પધારી રહ્યાં હોય ત્યારે તેમનું જામનગરની ધર્મપ્રેમી જનતા દ્વારા તેમજ સંતો, મહંતો અને મહાનુભાવો દ્વારા ભવ્ય થી અતિભવ્ય સ્વાગત તા. 27 ના રોજ જામનગર ખાતે કરવામાં આવશે, ત્યાર બાદ ત્યાથી ખાસ રથમાં બિરાજમાન સાથે જગદગુર શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજની શોભાયાત્રાનું પ્રસ્થાન ગાંધીનગર મેઇન રોડથી થશે અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા)ના નીવાસ સ્થાને મનહર વિલા ખાતે આ શોભાયાત્રા પોહશે. ત્યાં ધર્મસભામાં પરિવર્તિત થશે. આ શોભાયાત્રા દરમ્યાન જુદી-જુદી સંસ્થાઓ તેમજ રાસ મંડળીઓ, મહિલા મંડળો અને યુવક મંડળો દ્વારા સ્વાગત કરવામાં આવશે. આ શોભાયાત્રામાં કેશરિયા સાફા સાથે બાઇકો તથા મોટી સંખ્યામાં વાહનો રહેશે.
મનહર વિલા ખાતે તા. 27ના સાંજે 04.30 વાગે ધર્મસભાની સાથે-સાથે બ્રાહ્મણોના મંત્રોચાર સાથે
દ્વારકાશારદાપીઠાધીશ્ર્વર જગતગુર શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજના પાદુકા પૂજન વિધિ સંપન થશે. ત્યાર બાદ સંતો-મહંતો દ્વારા નુતન વર્ષ નિમિતે ધર્મસભામાં ઉપસ્થિત લોકોને આશીર્વચન પાઠવશે. આ ધર્મસભાની સાથે 78 વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકૂભા) દ્વારા દીપાવલીના પાવન પ્રસંગે અને વિક્રમ સવંત 2079 નૂતન વર્ષ એટલે નવું વર્ષ સુખ, શાંતિ, સમૃદ્ધિ સભર રહે તે માટે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કર્યુ છે, તો સર્વે સ્નેહીજનોની ઉપસ્થિત રહેવા ધારાસભ્ય અને પૂર્વ રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
દિવાળી તથા નૂતનવર્ષની વૃધ્ધાશ્રમના વડીલો સાથે ઉજવણી કરશે ધારાસભ્ય હકુભા
દરવર્ષની જેમ આ વર્ષે પણ જામનગરના ધારાસભ્ય એન પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) દ્વારા વૃધ્ધાશ્રમના વડીલો સાથે દિવાળી અને નૂતનવર્ષની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે આજરોજ રાત્રે 8:00 વાગ્યે ધારાસભ્ય હકુભા પરિવાર સહિત રણજીતસિંહ વૃધ્ધાશ્રમ ખાતે વડીલો સાથે તેમજ અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર ખાતે પ્રજ્ઞાચક્ષુઓ સાથે દિવાળી પર્વની ઉજવણી કરશે તેમજ તા.26 ના રોજ નૂતનવર્ષ નિમિત્તે સવારે આઠ વાગ્યે એમ.પી.શાહ વૃધ્ધાશ્રમના વડીલોને મળી નૂતનવર્ષના આશિર્વાદ મેળવશે.