દ્વારકામાં આવેલા રામપરા વિસ્તારમાં રહેતા બાબાભાઈ ભીયડભાઈ નાગેશ નામના 40 વર્ષના યુવાન હાઈવે રોડની સાઇડે આવેલા એક ગેરેજ પાસેની ખુલ્લી જગ્યામાં પોતાની ટેમ્પો ટ્રાવેલરમાં રીપેરીંગ કામ માટે ગયા હતા. જ્યાં તેમણે પોતાનું વાહન પાર્ક કરી અને ગેરેજ સંચાલક સામે વાત કરી રહ્યા હતા. તે દરમિયાન દ્વારકામાં રહેતા ભાવેશ સતવારા, હેમરાજ બાલુભા, પાલાભા વાઘેર અને હરેશ વાઘેર નામના ચાર શખ્સોએ અહીં આવી અને ફરિયાદી બાબાભાઈને ત્યાં ગાડી પાર્ક કરવાની ના કહીને ડખ્ખો સર્જ્યો હતો.
આરોપી શખ્સોએ બિભત્સ ગાળો કાઢી, લોખંડના પાઈપ વડે માર મારી, ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાઈ છે. જે અંગે પોલીસે ચારેય શખ્સો સામે આઈપીસી કલમ 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.