ઇન્ડિયા રેડક્રોસ સોસાયટી – ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી ગુજરાતના ચેરમેન ડો. અવિનાશભાઈ ભટ્ટ તથા જામનગર શાખા ચેરમેન બિપીનભાઈ ઝવેરી દ્વારા આઈ.આર.સી.એસ – ડિઝાસ્ટર મેનેજમેન્ટ જામનગર બ્રાન્ચ કમિટીના ચેરમેન તરીકે ભાર્ગવ ઠાકરની નિમણુંક કરવામાં આવી છે. તેમની નિમણૂંક બદલ આઈ.આર.સી.એસના હોદેદારો, કોર કમિટી સભ્યો તથા આજીવન સભ્યો દ્વારા શુભકામના પાઠવામાં આવી હતી. તેમ આઈ.આર.સી.એસ જામનગર દ્વારા અખબારી યાદીમાં જણાવે છે.