Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરજામનગર ચેમ્બર ઓફ કોમર્સ ખાતે કલેકટરનું સન્માન

જામનગર ચેમ્બર ઓફ કોમર્સ ખાતે કલેકટરનું સન્માન

- Advertisement -

જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે તા.08 ના રોજ ચેમ્બરના કારોબારી સમિતિના સભ્યઓ, પૂર્વ પ્રમુખઓ તથા ચેમ્બર સંલગ્ન એસોસિએશનના હોદ્ેદારોની ઉપસ્થિતિમાં જામનગર જિલ્લાના નવનિયુકત કલેકટર બી.એ. શાહનો સન્માન સમારંભ યોજાયો હતો. બેઠકની શરૂઆતમાં ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાએ સમારંભના મુખ્ય મહેમાન બી.એ. શાહ તથા ઉપસ્થિતોનું શબ્દોથી સ્વાગત કરતા જણાવેલ હતું કે, ચેમ્બરની પ્રણાલિકા અનુસાર જામનગર શહેર જિલ્લામાં ચાર્જ સંભાળતા નવ નિયુકત અધિકારીઓને ચેમ્બરમાં આમંત્રિત કરી તેમનું સન્માન કરવું તથા જામનગર શહેર જિલ્લાને સ્પર્શતા પ્રશ્ર્નોની ચર્ચા-વિચારણા કરવી. આ તકે ચેમ્બર પ્રમુખ દ્વારા જામનગરમાં નવનિયુકત કલેકટરને તેમની કાર્યદક્ષતા વિશે બિરદાવી જામનગરના વેપારી – ઉદ્યોગ જેવા કે, બ્રાસ પાર્ટસ, સોલ્ટ ઈન્ડસ્ટ્રીઝ, ઓઇલ મીલ, ખાતર તેમજ બાંધણી ઉદ્યોગની માહિતી આપી હતી. તથા જામનગરના સર્વાંગી વિકાસ માટે અન્ય શહેરોની જેમ શહેરની ફરતે રીંગ રોડ બનાવવા, સરકાર હસ્તકની જમીનો શહેરના વિકાસ માટે વીજ સ્ટેશનો સ્થાપવા ફાળવવા તથા શહેરના ડી.પી./ટી.પી. રોડ બાબત પણ રજૂઆત કરી હતી. તેમજ શહેરની સુખાકારી જળવાઈ રહે તે માટે અવગત કરેલ હતાં. ત્યારબાદ ચેમ્બરના ઓડીટર તુષારભાઈ રામાણીએ જામનગર ચેમ્બરનો પરિચય આપ્યો હતો. તેમજ નવનિયુકત કલેકટર બી.એ. શાહનો પરિચય ચેમ્બરના સહમંત્રી કૃણાલભાઈ શેઠે આપ્યો હતો.

- Advertisement -

આ તકે નવનિયુકત જિલ્લા કલેકટર બી.એ. શાહનું ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, મંત્રી અક્ષતભાઈ વ્યાસ, સહમંત્રી કૃણાલભાઈ શેઠે, ઓડીટર તુષારભાઈ રામાણી, તત્કાલિન પૂર્વ પ્રમુખ તુલસીભાઈ ગજેરા, પૂર્વ પ્રમુખઓ લાખાભાઈ કેશવાલા, જીતેન્દ્ર એચ. લાલ, બિપીનચંદ્ર વાધર, નિરૂભાઈ બારદાનવાલા તથા ચેમ્બર સંલગ્ન એસોસિએશનના હોદ્ેદારો પૈકી જામનગર ફેકટરી ઓનર્સ એસો.ના મંત્રી મનસુખભાઈ સાવલા, જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ ડાંગરીયા, ધી સીડઝ એન્ડ ગ્રેઈન મર્ચન્ટ એસોસિએશનના મંત્રી લક્ષ્મીદાસભાઈ રાયઠઠ્ઠા, ઉપપ્રમુખ પરેશભાઈ મહેતા, જામનગુર સહકારી ઉદ્યોગનગર સંઘ લી.ના ચેરમેન ધીરજલાલ કારીયા, જામનગર ઈલેકટ્રીક કોન્ટ્રાકટર એન્ડ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ નિલેશભાઇ કગથરા, ધી કોમર્શિયલ ટેકસ પ્રેકટીશ્નર એસોસિએશનના પ્રમુખ નિરવભાઇ વડોદરીયા, જામનગર ટેકસ ક્ધસલટન્ટ એસોસિએશનના પ્રમુખ કૌપિલભાઈ દોશી, ધી ગુજરાત બાર્જ ઓનર્સ એેન્ડ ઓપરેટર્સ એસોૈ ક્રિષ્નરાજભાઈ લાલ, જામનગર શીપીંગ એજન્ટ એસો. વતી મિતેશભાઈ લાલ, જામનગર ગુડઝ ટ્રાન્સપોર્ટર એન્ડ કમિશન એજન્ટ એસો. મહાદેવસિંહ સાવલા, જામનગર બારદાનવાલા એસોે.ના ઉપપ્રમુખ નવીનભાઈ દામા, જામનગર મોટર મર્ચન્ટ એસોસિએશનના મુસ્તુફાભાઈ કપાસી, પટેલ કોલોની ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના જીતેન્દ્રસિંહ ઝાલા, જામનગર ટેકસ બાર એસોસિએશનના પ્રેમભાઈ ઠકકર તથા જામનગર ઇલેકટ્રોપ્લેટર્સ એસોસિએશનના મંત્રી સુનિલભાઈ મામતોરા એ પુષ્પગુચ્છથી મહેમાનોનું સન્માન કર્યુ હતું.

જિલ્લા કલેકટર બી.એ. શાહે તેમના પ્રતિભાવમાં જણાવેલ કે, જે-તે શહેરનો વિકાસ તેની લીગસીને ધ્યાને લઇને થતો હોય છે. જયારે જામનગરને લીગસી વાપસમાં મળેલ છે. સરકારની નીતિ તથા અભિગમ ઔદ્યોગિક વિકાસનો રહેલ છે. અને તેની અડચણો દૂર કરી વિકાસને વેગ આપવાનો છે. વધુમાં શહેરના ડી.પી. તથા ટી.પી. રોડની કામગીરીની પ્રક્રિયા ખૂબ જ જટીલ હોય છે. તેના માટે જમીન સંપાદન કરવી પડે જેમાં અમુક જગ્યા જામનગર મહાનગરપાલિકા તથા અમુક જગ્યા જામનગર વિસ્તાર વિકાસ સતા મંડળની હદ્દમાં આવેલ હોય છે. આ માટે જામનગર મહાનગરપાલિકા તથા જામનગર વિસ્તાર વિકાસ સતામંડળ સાથે સંલગ્ન કરી કામ કરવું પડે. સામાજિક તથા સમાજના ઉત્થાન માટે સરકારી જમીનનો સદઉપયોગ થાય તે માટે ટ્રસ્ટોને તેમની જરૂરિયાત તથા ગુણદોષ જોઇને જમીન ફાળવવી જોઇએ. અને તેજ સાચા શબ્દોમાં વિકાસ કહેવાય તેમ જણાવેલ હતું. આ તકે જિલ્લા કલેકટર એ તેમના તરફથી જામનગર શહેર જિલ્લામાં સર્વાંગી વિકાસ માટે તેમના પૂરતા પ્રયત્નો કરવા ખાત્રી આપી હતી. આ પ્રસંગે ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાએ નવ નિયુકત જિલ્લા કલેકટર બી.એ. શાહને સ્મૃતિભેટ મોમેન્ટો અર્પણ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેમ્બરના માનદ મંત્રી અક્ષતભાઈ વ્યાસે તથા કાર્યક્રમના અંતે આભાર દર્શન ચેમ્બરના તત્કાલિન પ્રમુખ તુલસીભાઈ ગજેરાએ કર્યુ હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular