આઈપીએલ 2024ની શરૂઆત થઈ ચૂકી છે. સીઝનની પહેલી મેચ ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં છે. આ મેચ પહેલા સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમનીનું આયોજન કરાયું છે. જેમાં ડાન્સ અને ગીતોથી ફિલ્મી સિતારાઓએ મહેફિલ જમાવી દીધી. અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફના ડાન્સ મૂવ્સ જોવા મળ્યા. ત્યારબાદ સોનૂ નિગમે પોતાના ગીતથી માહોલ બનાવી દીધો. પછી એઆર રહેમાન, મોહિત ચૌહાણ જેવા કલાકારનું પરફોર્મન્સ થયું. અક્ષય કુમારે ઓપનિંગ સેરેમનીમાં હવાઈ એન્ટ્રી કરી હતી. દેશભક્તિના ગિત સાથે તેમણે પોતાની ફિલ્મ હાઉસફુલ-3ના ગીત બાલ-બાલા પર પણ ડાન્સ મૂવ્સ કર્યા.
લોકપ્રિય અને બે મહિના લાંબી આઈપીએલ ટુર્નામેન્ટનાં રંગારંગ પ્રારંભ સાથે પ્રથમ ઓપનીંગ મેચમાં સીઝનની ચેમ્પીયન ચેન્નાઈ સુપરકીંગે બેંગ્લોર રોયલ ચેલેન્જર્સ સામે વિજયી શરૂઆત કરીને છ વિકેટે વિજય હાંસલ કર્યો હતો.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ દાવ લેવાનું પસંદ કર્યુ હતું. કપ્તાન ડુપ્લેસીસે આક્રમક બેટીંગ સાથે તોફાની શરૂઆત કરી હતી.પરંતુ 34 રને આઉટ થયા બાદ એકાએક ટીમનો ધબડકો થઈ ગયો હતો. ડુપ્લેસીસે 35 રન કર્યા બાદ પાટીદાર તથા મેકસવેલ ખાતુ ખોલાવ્યા વિના તંબુ ભેગા થયા હતા.
કોહલી 21 રન બનાવીને આઉટ થયો હતો. ગ્રીન પણ 18 રન જ બનાવી શકયો હતો ત્યારે બેંગ્લોર 78 રનમાં પાંચ વિકેટ ગુમાવી બેઠુ હતું. આ તકે અનુજ રાવત અને દિનેશ કાર્તિક બાજી સંભાળીને તોફાની બેટીંગ કરી હતી અને ટીમનો જુમલો 173 રને પહોંચાડયો હતો.રાવતે 25 દડામાં 48 તથા કાર્તિકે 26 દડામાં 38 રન બનાવ્યા હતા. બન્નેએ 6ઠ્ઠી વિકેટમાં 50 દડામાં 95 રન ઝુડયા હતા.
174 રનનાં જીત લક્ષ્યાંક સાથે મેદાને પડેલ ચેન્નાઈ સુપરકીંગે 18.4 ઓવરમાં જ વિજય હાંસલ કરી દીધો હતો.કપ્તાન ઋતુરાજ ગાયકવાડ 15 રને આઉટ થયો હતો.રહાણે પણ તોફાની બેટીંગ કરવા લાગ્યો હતો અને 27 રન ઝુડયા હતા. રવિન્દ્રએ 37, મીચેલે 22 રન કર્યા હતા.