Saturday, September 14, 2024
Homeરાજ્યજામનગરહોળી-ધૂળેટી પર્વમાં ખડે પગે રહેશે 108 ની ટીમ

હોળી-ધૂળેટી પર્વમાં ખડે પગે રહેશે 108 ની ટીમ

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં ઉત્સવ પ્રેમીઓ કે જેઓ હોળી- ફૂલેટી ના પર્વની ભારે ઉત્સાહ પૂર્વક ઉજવણી કરતા હોય છે, આ તહેવારો દરમિયાન ઈમરજન્સી 108 ની સેવાની ખૂબ જ જરૂરિયાત હોય છે, અને સૌથી વધુ કોલ આવતા હોય છે. જેને અનુલક્ષીને જામનગર જિલ્લાની તમામ 10 જેટલી 108 ની એમ્બ્યુલન્સની ટીમને તહેનાતમાં રાખી છે, અને બંને દિવસો દરમિયાન સતર્ક રહેશે.

- Advertisement -

હોળી ધુળેટી તહેવાર નિમિતે જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 18 જેટલી 108 એમ્બ્યુલેન્સ જરૂરી સાધન સામગ્રી તેમજ 72 જેટલા સ્ટાફ સાથે કાર્યરત રહેશે.

જામનગર જિલ્લાના ઇએમઆરઆઈ જી.એચ.એસ.-108 ના મેનેજર જયદેવસિંહ જાડેજા ના જણાવ્યા અનુસાર તહેવારો માં સામાન્ય દિવસો કરતા 15 ટકા થી 20 ટકા ઇમર્જન્સી ઘટના વધુ બનતી હોવા થી જેના અનુસંધાને ગ્રામ્ય અને શહેર માં 18 જેટલી 108 નંબરની એમ્બ્યુલેન્સ સ્ટેન્ડ બાય રહેશે. અને તમામ 72 જેટલો સ્ટાફ ચોવીસેય કલાક સતર્ક રહેશે. તેમજ જાહેર જનતા ને કોઈ પણ આપાતકાલીન ઘટના માટે તુરતજ 108 માં કોલ કરવા જણાવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular