Saturday, December 21, 2024
Homeસ્પોર્ટ્સચૂંટણીના પર્વ વચ્ચે આજથી IPL કાર્નિવલ

ચૂંટણીના પર્વ વચ્ચે આજથી IPL કાર્નિવલ

- Advertisement -

ભારતીય ક્રિકેટ બોર્ડની હાઈપ્રોફાઈલ ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી આવૃત્તિનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આઇપીએલ ટ્રોફી જીતવા માટે કુલ 10 ટીમો એકબીજા સામે હરીફાઈ કરતી જોવા મળશે. આશરે બે મહિના સુધી ચાલનારા ઝ-20ના ક્રિકેટ કાર્નિવલ દરમિયાન મેદાન પર દિલધડક મુકાબલા અને શ્ર્વાસ અધ્ધર કરી દે તેવો રોમાંચ ક્રિક્રેટ ચાહકોને માણવા મળશે. અગાઉના વર્ષોની જેમ 10 ટીમ વચ્ચેના 74 મુકાબલાના અંતે આખરે 29મી મેના રોજ રમાનારી ફાઈનલ બાદ આઈપીએલની નવી ચેમ્પિયન ટીમ જોવા મળશે.

- Advertisement -

આ વર્ષે દેશમાં લોકસભા 2024ની ચૂંટણીના કારણે આઇપીએલનું 17 દિવસનું જ શિડ્યુલ બહાર પાડવામાં આવ્યું હતું, જેના મુજબ 7 એપ્રિલ સુધી જ મેચ રમાશે. બીસીસીઆઈ ટૂંક સમયમાં બાકીના કાર્યક્રમની જાહેરાત કરશે. આ બીજી વખત હશે જ્યારે ભારતમાં લોકસભા ચૂંટણીની સાથે આઇપીએલનું આયોજન કરવામાં આવશે. અગાઉ 2009માં આઈપીએલ અને લોકસભાની ચૂંટણી સાથે હોવાથી આઈપીએલને દક્ષિણ આફ્રિકામાં રમાડાવામાં આવ્યો હતો.

આજે ઉદ્ઘાટન મેચ પહેલા એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમ થશે, જેમાં બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, સંગીતકાર એઆર રહેમાન અને ગાયક સોનુ નિગમ પરફોર્મ કરશે. આજે પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે.

- Advertisement -

આ વખતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈની સાથે ગુજરાત, મુંબઈ, બેંગ્લોર, લખનઉ અને દિલ્હીની દાવેદારી મજબૂત છે તો કોલકાતા, પંજાબ, રાજસ્થાન અને હૈદરાબાદને અણધારી સફળતાની આશા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular