Saturday, July 27, 2024
Homeઆંતરરાષ્ટ્રીયચૂંટણી બાદ પોતાના દેશ આવવા મોદીને પુતિન-ઝેલેન્સ્કીનું આમંત્રણ

ચૂંટણી બાદ પોતાના દેશ આવવા મોદીને પુતિન-ઝેલેન્સ્કીનું આમંત્રણ

- Advertisement -

રશિયા અને યુક્રેનના પ્રમુખોએ ભારતમાં સામાન્ય ચૂંટણીઓ સંપન્ન થયા પછી વડાપ્રધાન મોદીને પોત પોતાને દેશ આવવા આમંત્રણ આપ્યું છે. આ સંબંધે અધિકારીઓએ જણાવ્યું કે વ્લાદીમીર પુતિન અને વોલોદોમીર ઝેલેન્સ્કીએ વડાપ્રધાનને ફોન કરી પોતાને દેશ આવવા આમંત્રણ આપ્યું ત્યારે વડાપ્રધાને બંનેને આ વિવાદનું શાંતિપૂર્ણ સમાધાન શોધવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. આ માહીતી આપતાં વડાપ્રધાનનાં કાર્યાલયના અધિકારીએ કહ્યું કે તેઓ વડાપ્રધાનને પીસ મેકર (શાંતિ સ્થાપનાર) તરીકે જુવે છે. આ બંને નેતાઓએ લોકસભાની આગામી ચૂંટણીમાં વડાપ્રધાનની પાર્ટીની ભારે જીત માટે અગાઉથી જ શુભેચ્છા પાઠવી હતી.પુતિન સાથે આ પૂર્વે પણ વડાપ્રધાને ફોન ઉપર વાત કરી તેઓનાં પાંચમાં કાર્યકાળ માટે વધાઈ આપી હતી. ત્યારે પણ તેઓએ કહ્યું હતું કે બંને દેશો વચ્ચેનો વિવાદ ઉકેલવા માટે મંત્રણા અને રાજદ્વારી માર્ગો જ શ્રેષ્ઠ ઉપાય છે. આ સાથે તેઓએ યુદ્ધ વહેલામાં વહેલી તકે બંધ કરવા અનુરોધ કર્યો હતો. ઝેલેન્સ્કી સાથેની વાતચીતમાં તેઓએ કહ્યું હતું કે, ભારત સંઘર્ષનું વહેલામાં વહેલી તકે શાંતિપૂર્ણ સમાધાન ઇચ્છે છે. સાથે તેમ પણ ઠ પોસ્ટ પર જણાવ્યું હતું કે પ્રમુખ ઝેલેન્સ્કી સાથે ભારત-યુક્રેન ભાગીદારી મજબૂત કરવા અંગે પણ ઘણી વાત થઈ. તેમજ આ સંઘર્ષ વહેલામાં વહેલી તકે બંધ થાય તેને ભારત સતત સમર્થન આપે છે. ભારત પોતાના માનવીય દ્રષ્ટિકોણથી યુક્રેનને સતત માનવીય સહાય આપતું જ રહેશે.એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતે યુક્રેનના લોકોને મોકલેલી માનવીય સહાયની ઝેલેન્સ્કીએ પ્રશંસા કરી હતી અને બંને નેતાઓએ વિભિન્ન ક્ષેત્રોમાં પોતાની દ્વિપક્ષિય ભાગીદારી વધુ મજબૂત કરવાના માર્ગો વિષે પણ ચર્ચા કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular