રાજ્ય સરકાર દ્વારા ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત થાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. 10/01/2023નાં રોજ સવારે 10:00 કલાકે હેલિપેડ ગ્રાઉન્ડ, રૂક્ષ્મણી મંદિર પાસે, દ્વારકા ખાતે આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે.પતંગ મહોત્સવના ઉદઘાટક સાંસદ પૂનમબેન માડમ રહેશે. આ પતંગ મહોત્સવમાં આતિથિ વિશેષ તરીકે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક, જિલ્લા પંચાયતના પ્રમુખ રાજીબેન મોરી, દ્વારકા નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન પી. સામાણી સહિતના ઉપસ્થિત રહેશે.