જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે હેતુથી પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.
ખંભાળિયા નાકા નજીક એ ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્કોડ અને ખંભાળિયા ગેટ ચોકી સ્ટાફ દ્વારા સાંજના સમયે પોલીસ ડ્રાઈવ યોજવામાં આવી. ડ્રાઈવ દરમિયાન નંબર પ્લેટ વગરના વાહનો સામે તપાસ અને દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી.
View this post on Instagram
કાળા કાચવાળી કારને પણ પોલીસે રોકી નિયમ મુજબ કાર્યવાહી કરી.
જાહેર માર્ગો પર રોમિયો સ્ટાઈલમાં વાહન ચલાવતા તત્વો સામે પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી.


