ધ્રોલ તાલુકાના મોડપર ગામમાં ઘરના પટાંગણમાં રમતા બાળક ઉપર સિમેન્ટનું ભુંગળુ પડતા ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કાલાવડ તાલુકાના છતર ગામમાં રહેતા રહેતા યુવાનનું બીમારી સબબ મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ, ધ્રોલ તાલુકાના મોડપર ગામમાં રહેતા કિશોરભાઈ મકવાણા નામના યુવાનનો પુત્ર હેમંત (ઉ.વ.6) નામનો બાળક મંગળવારે બપોરના સમયે તેના ઘરના આંગણામાં રમતો હતો તે દરમિયાન સિમેન્ટનું ભુંગળુ બાળકના માથે પડતા માથામાં ગંભીર પહોંચી હતી. ત્યારબાદ બાળકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પિતા કિશોરભાઈ દ્વારા જાણ કરાતા હેકો કે.ડી. કામરિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, કાલાવડ તાલુકાના છતર ગામમાં રહેતા અને ડ્રાઈવિંગ કરતા હનિફ હબીબ લાખાણી (ઉ.વ.47) નામના યુવાનને છેલ્લાં એક વર્ષથી કેન્સરની બીમારી હતી અને આ બીમારી સબબ બુધવારે બપોરના સમયે તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની નુરમામદ દ્વારા જાણ કરાતા હેકો વી.વી. છૈયા તથા સ્ટાફ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.